મળતી માહીતી મુજબ ખેરાલુના ટીબલીવાસમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 3માં લેશન કરીને નહીં આવેલા ત્રણ વિદ્યાર્થીઓને બંગડી પહેરાવાની સજા કરતા ખળભળાટ મચી ગયો હતો. લેશન નહીં કરવાની સજામાં બંગડી પહેરાવામાં આવતાં આવા વિદ્યાર્થીઓએ શાળાએ ન જવાની હઠ કરી હતી. જે બાદ બાળકોના વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને રોષ દર્શાવ્યો હતો.
આ મામલે વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીને ફરિયાદ કરી હતી. કલ્પનાબેને વાલીઓ સાથે વાત કરીને મામલો શાંત પાડ્યો હતો અને વાલીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ખાતર આપી કે તેઓ તપાસ કરશે કે શાળામાં કોના દ્વારા શું સજા કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓને શાળામાં લેશન ન લાવવામાં બંગડી પહેરાવાની સજા કરતા વાલીઓએ શિક્ષક બદલવા માટે ઉગ્ર માંગ કરી હતી. .
આ અંગે ખેરાલુના પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળામાં લેશન બાબતે બાળકોને બંગડી પહેરાવાની સજા અંગેની વાત જાણમાં આવી હોવાનું જણાવી કહ્યું કે, આ અંગે વાલીઓની રજૂઆત મળતા શાળામાં જઇને વાલીઓ સાથે બેઠક કરી હતી.તેમણે વધુમાં રહ્યું કે હજુ બાળકોના નિવેદન મેળવી આગળની તપાસ કરવામાં આવશે.