ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં 12,874 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું - Summer sowing in Mehsana district

મહેસાણા જિલ્લામાં રવી સિઝન શરૂ થયા બાદ તમામ વિસ્તારોમાં ઉનાળુ વાવેતર કરવામાં આવી રહ્યું છે. સિંચાઈ માટે નર્મદાનું પાણી સહિતની પિયત માટે સુવિધાઓ ઉપલબ્ધ થતા ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે. મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ તમામ 10 તાલુકાઓમાં ખેડૂતોએ વિવિધ પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે.

ઉનાળુ વાવેતર
ઉનાળુ વાવેતર
author img

By

Published : Mar 16, 2021, 10:39 PM IST

  • મહેસાણા જિલ્લામાં 12,874 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરાયું
  • પાણીની સગવડ મળતા ઉનાળુ ખેતીમાં વધારો
  • ઉનાળુ સિઝનમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું

મહેસાણા : જિલ્લામાં રવી સિઝન બાદ તમામ વિસ્તારોમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે. સિંચાઈ માટે નર્મદાનું પાણી સહિતની પિયત માટે સુવિધાઓ ઉપલબ્ધ થતાં ઉનાળુ વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉનાળાની સિઝનમાં વર્ષોથી પશુપાલન પર નિર્ભર ખેડૂતો મહત્તમ વિવિધ ઘાસચારાનું વાવેતર કરતાં હોય છે. આ ઉપરાંત બાજરી, મગફળી તેમજ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ, મહેસાણા જિલ્લામાં 12,000 હેકટરમાં ઉનાળુ સિઝનમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લામાં 12,874 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું

આ પણ વાંચો - 1 વીઘામાં 3000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન, મેળવ્યું તગડું વળતર

10 તાલુકાઓમાં વિવિધ પાકોનું ખેડૂતોએ ઉનાળુ વાવેતર શરૂ

મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ તમામ 10 તાલુકાઓમાં વિવિધ પાકોનું ખેડૂતોએ ઉનાળુ વાવેતર શરૂ કરી દીધું છે. જેમાં બેચરાજી તાલુકામાં 729, જોટાણા તાલુકામાં 701, કડી 881, મહેસાણા તાલુકામાં 2449, ખેરાલુ તાલુકામાં 3622 સતલાસણા તાલુકામાં 565, ઊંઝા તાલુકામાં 431, વડનગર તાલુકામાં 995, વિજાપુર તાલુકામાં 788 અને વિસનગર તાલુકામાં 1713 એમ કુલ મળીને જિલ્લામાં 12,874 હેકટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે.

ઉનાળુ વાવેતર
પાણીની સગવડ મળતા ઉનાળુ ખેતીમાં વધારો

આ પણ વાંચો - છોટાઉદેપુરના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટમાંથી માહિતી મેળવી કેપ્સિકમની ખેતી કરી

વિવિધ પાકોનું ઉનાળુ વાવેતર...!

મહેસાણા જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે પૈકી ખેડૂતોએ સૌથી વધુ ઉનાળુ બાજરીનું વાવેતર 2,885 હેકટર વિસ્તારમાં કર્યું છે. 348 હેક્ટરમાં મગફળી, 1,643 હેક્ટરમાં શાકભાજી, 7,383 હેક્ટરમાં ઘાસચારો, 248 હેક્ટરમાં જુવાર, 124 હેક્ટરમાં તાંદળજો, 173 હેક્ટરમાં ડાંગર તેમજ 5 હેક્ટરમાં ચોળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળુ સિઝનમાં કરવામાં આવેલા ડાંગર તેમજ તાંદળજાનું વાવેતર માત્ર કડી તાલુકામાં જ કરવામાં આવ્યું છે. જ્યારે જુવારનું વાવેતર માત્ર વિસનગર તાલુકામાં જ નોંધાયું છે.

ઉનાળુ વાવેતર
ઉનાળુ સિઝનમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું

આ પણ વાંચો - મહેસાણાનું થોળ પક્ષી અભ્યારણ બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે અચોક્કસ મુદ્દત માટે બંધ

પાણીની સુવિધા મળતા ખેતીમાં વધારો...!

કડી તાલુકામાં ઉનાળુ સિઝનમાં ખેડૂતોએ વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. આ વિસ્તારમાં ઉનાળુ પાકો માટે અનુકુળ જમીન તેમજ વાતાવરણ ઉપરાંત નર્મદા નહેર સહિતની પાણી માટેની સુવિધાના પરિણામે નોંધપાત્ર પ્રમાણમાં ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે. આ વિસ્તારમાં મહત્તમ રીતે ઉનાળાની સિઝનમાં ડાંગર, બાજરી, શાકભાજી, ઘાસચારો, તાંદળજો મળી કુલ 3,622 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - મહેસાણાના યુવા ખેડૂતે વિદેશમાં કૃષિજ્ઞાન મેળવી સ્વદેશની ધરતી મહેકાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.