ETV Bharat / state

વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં આવેલું હાટકેશ્વર દાદાનું પૌરાણિક મંદિરનું અનેરુ માહાત્મ્ય - pmmodi

મહેસાણા: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે હિન્દૂ ધર્મમાં શિવ ભક્તિનું ખૂબ મહત્વ છે. જેને લઈ વડાપ્રધાન મોદીના માદરે વતન વડનગરના હાટકેશ્વર મહાદેવ શિવાલયનો અનેરો મહિમા રહ્યો છે. PM મોદીના વતન વડનગરમાં હાટકેશ્વર દાદાનું પૌરાણિક મંદિરે આવેલું છે. 2000થી વધુ વર્ષ જૂના હાટકેશ્વર દાદાના મંદિરમાં સ્વયંભૂ શિવલિંગની સ્થાપના થયેલી છે.

etv bharat mehsana
author img

By

Published : Aug 13, 2019, 7:03 AM IST

આ મંદિરના નામની વાત કરવામાં આવે તો હાટક શબ્દનો અર્થ સોનુ થાય છે. આમ હાટકેશ્વર એટલે સુવર્ણના આધિપતિ. ખાસ શ્રાવણમાં હાટકેશ્વર દાદાની ચૉપોરની પૂજા અને કમળ પૂજા કરવામાં આવે છે. વડનગરમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ધામમાં ભક્તિનો ઉત્સવ ઉજવાય છે.

ઐતિહાસિક નગરી વડનગરમાં હાટકેશ્વર મંદિરનું પૌરાણિક મહત્વ

અતિ પૌરાણિક હાટકેશ્વર મંદિર સાથે કેટલીક ગાથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે, આકાશમાં તારકેશ્વર અને પાતાળમાં હાટકેશ્વર બિરાજમાન છે. સાત પાતાળમાં બીજા નંબરે રહેલા તલ-વિતલ નામના પાતાળમાં હાટકેશ્વર સુવર્ણ રૂપે બિરાજમાન છે. અહીં શિવલિંગની સ્વયંભૂ રીતે સ્થાપેલું છે. જે 2000 વર્ષથી વધુ પ્રાચીન છે. આ મંદિરનો ઉલ્લેખ સ્કંધપુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, હાટકેશ્વર દાદાના દર્શન કરવાથી 14 જ્યોતિર્લીંગનું દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ મંદિરનો સોલંકીકાળમાં જીર્ણોદ્ધાર થયો હતો. ત્યારબાદ અદભૂત કોતરણી કરતા મંદિર ફરતે ભગવાન વિષ્ણુના અનેક અવતાર કંડારાયેલા છે.

આ મંદિરની કોતરણીમાં જીવનચક્ર રૂપી કામ, અર્થ, મોક્ષ, સર્પદોષ યંત્ર, સમુદ્ર મંથન, હાથી ઘોડા, નરસિંહ મહેતાના કુવારબાઈનું મામેરું સહિતની પૌરાણિક વાર્તાઓ દર્શાવાઈ છે. આજે પણ વર્ષો પુરાણું હાટકેશ્વર મંદિર શિવભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું વિશેષ મહત્વ ધરાવે છે. અહીં શ્રાવણ માસના દર સોમવારે મેળો ભરાય છે. દર્શનાર્થીઓ શોભાયાત્રા અને ધ્વજાયાત્રા કાઢે છે. ભગવાનને 51 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે.

મહત્વનું છે કે, શિવરાત્રી અને ચૈત્રી સુદ ચૌદશે હાટકેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. ઐતિહાસિક નગરી વડનગરમાં હાટકેશ્વર દાદાના મંદિરનું પૌરાણિક મહત્વ છે.

Intro:Body:

વડનગરમાં હાટકેશ્વર દાદા

VO-1: પવિત્ર શ્રવણ માસ શરૂ થયો છે ત્યારે હિન્દૂ ધર્મમાં શિવ ભક્તિનું ખૂબ મહત્વ છે. જેને લઈ વડાપ્રધાન મોદીના માદરે વતન વડનગરના હાટકેશ્વર મહાદેવ શિવાલયનો અનેરો મહિમા રહ્યો છે. PM મોદીના વતન વડનગરમાં હાટકેશ્વર દાદાનું પૌરાણિક મંદિરે આવેલું છે. 2000થી વધુ વર્ષ જૂના હાટકેશ્વર દાદાના મંદિરમાં સ્વયંભૂ શિવલિંગની સ્થાપના થયેલી છે. આ મંદિરના નામની વાત કરીએ તો  હાટક શબ્દનો અર્થ સોનુ થાય છે. આમ, હાટકેશ્વર એટલે સુવર્ણના આધિપતિ. ખાસ શ્રાવણમાં હાટકેશ્વર દાદાની ચૉપોરની પૂજા અને કમળ પૂજા કરવામાં આવે છે. આમ, વડનગરમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ધામમાં ભક્તિનો ઉત્સવ ઉજવાય છે. 

બાઈટ- 1: નિરંજનભાઈ રાવલ, પૂજારી

VO-2: અતિ પૌરાણિક હાટકેશ્વર મંદિર સાથે કેટલીક ગાથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે, આકાશમાં તારકેશ્વર અને પાતાળમાં હાટકેશ્વર બિરાજમાન છે. સાત પાતાળમાં બીજા નંબરે રહેલા તલ-વિતલ નામના પાતાળમાં હાટકેશ્વર સુવર્ણ રૂપે બિરાજમાન છે. અહીં શિવલિંગની સ્વયંભૂ રીતે સ્થાપેલું છે. જે 2000 વર્ષથી વધુ પ્રાચીન છે. આ મંદિરનો ઉલ્લેખ સ્કંધપુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, હાટકેશ્વર દાદાના દર્શન કરવાથી 14 જ્યોતિર્લીંગનું દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ મંદિરનો સોલંકીકાળમાં જીર્ણોદ્ધાર થયો હતો, ત્યાર બાદ અદભૂત કોતરણી કરતા મંદિર ફરતે ભગવાન વિષ્ણુના અનેક અવતાર કંડારાયેલા છે. 

બાઈટ02: અરવિંદભાઈ પટેલ, શ્રધ્ધાળુ

બાઈટ03 : સુનિલભાઈ મહેતા, શ્રધ્ધાળુ

VO-3: આ મંદિરની કોતરણીમાં જીવનચક્ર રૂપી કામ, અર્થ, મોક્ષ, સર્પદોષ યંત્ર, સમુદ્ર મંથન, હાથી ઘોડા, નરસિંહ મહેતાના કુવારબાઈનું મામેરું સહિતની પૌરાણિક વાર્તાઓ દર્શાવાઈ છે. આમ, આજે પણ વર્ષો પુરાણું હાટકેશ્વર મંદિર શિવભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું વિશેષ મહત્વ ધરાવે છે. અહીં શ્રાવણ માસના દર સોમવારે મેળો ભરાય છે. દર્શનાર્થીઓ શોભાયાત્રા અને ધ્વજાયાત્રા કાઢે છે. ભગવાનને 51 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે.

બાઈટ04 : પાયલબેન શાહ, દર્શનાર્થી

બાઈટ05 : ઇન્દુબેન , દર્શનાર્થી

VO-4: મહત્વનું છે કે, શિવરાત્રી અને ચૈત્રી સુદ ચૌદશે હાટકેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. આમ, ઐતિહાસિક  નગરી વડનગરમાં હાટકેશ્વર દાદાના મંદિરનું પૌરાણિક મહત્વ છે. 

મહેસાણાથી રોનક પંચાલની રિપોર્ટ ઇટીવી ભારત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.