મહેસાણા વિધાનસભા બેઠક પર સતત પ્રજાનો વિશ્વસ અને મત જીતી સમગ્ર રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપનાર કડીના રહેવાસી નીતિન પટેલનો આજે 64 મો જન્મ દિવસ છે ત્યારે મહેસાણા જિલ્લામાં ઠેર-ઠેર નીતિન પટેલના દીર્ઘાયુ અને સુખાકારી માટે પ્રાથના કરતા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે.
![મહેસાણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190622-wa00071561181563768-14_2206email_1561181574_456.jpg)
મહેસાણા, કડી અને વિસનગર સહિતના તાલુકાઓમાં નીતિન પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પ યોજી મોટી માત્રામાં બ્લડ એકત્ર કરવામાં આવી રહ્યું છે, તો ક્યાંક વૃક્ષારોપણ અને ફ્રી આરોગ્ય ચેકઅપ કેમ્પ સહિતના જનસેવાના ઉદ્દેશ થી કાર્યક્રમો આપવામાં આવ્યા છે આમ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી મહેસાણા જિલ્લામાં સેવા કર્યો કરતા સૌ કોઈએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.