- લોકડાઉનને કારણે રાજ્યના વોટરપાર્કોની દયનિય સ્થિતિ, ટુરિઝમ પ્રધાનને રજૂઆત
- વોટરપાર્ક વ્યવસાયને છેલ્લા 2 વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગ્યું
- સરકારે અન્ય ક્ષેત્રે છૂટછાટ આપતા રાજ્યના વોટરપાર્ક એસોસિએશને કરી રજૂઆત
મહેસાણા: કોરોનાના કહેરને કારણે જિલ્લા સહિત રાજ્યમાં અનેક વોટરપાર્કો છેલ્લા 14 મહિનાથી બંધ હાલતમાં રહ્યા છે. જેને કારણે વોટર પાર્ક સંચાલકોને 2 વર્ષથી ઉનાળાની સીઝનમાં જે વકરો થતો હોય છે તેને ગુમાવ્યો છે. ત્યારે, આર્થિક રીતે નુકસાન વેઠી રહેલા રાજ્યના વોટરપાર્ક સંચાલકોએ પોતાના યુનિયન થકી રાજ્યના ટુરિઝમ પ્રધાન જવાહર ચાવડા સુધી પોતાની રજૂઆત પહોંચાડી રાજ્યમાં બાગ, બગીચા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે જેવા ટુરિઝમ એકમો શરૂ થયા છે તેમ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે વોટરપાર્ક ખોલવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના રીપિટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ કરી, એવું નહીં થાય તો આંદોલનની ચિમકી આપી
વોટરપાર્ક છેલ્લા 14 માસથી બંધ છતાં ટેક્ષ અને અન્ય ખર્ચા ચાલુ
રાજ્યના વોટરપાર્ક એસોસીએશન દ્વારા ટુરિઝમ પ્રધાનને વોટરપાર્કો ખોલવા મંજૂરી માટે કરેલી માંગ સાથે પોતે જે હાલમાં આર્થિક માર સહન કરી રહ્યા છે. તેમા રાહત મળે તે માટે વોટરપાર્ક વ્યવસાય પર લેવાતો GST સહિતનો ટેક્ષ માફ કરવા, વીજળી બીલમાં ઉદ્યોગિક નહિ પરંતુ કોલ્ડ સ્ટોરેજ જેવા ઓછા ભાવ ગણવા સહિતની રજૂઆત કરવામાં આવી છે. ત્યારે, રાજ્યમાં સરકાર દ્વારા વહેલી તકે વોટરપાર્ક ખોલવામાં આવે તો આર્થિક મહામારીનો સામનો કરતા વોટરપાર્ક સંચાલકો માટે સિઝનનના અંતિમ માસમાં આર્થિક રીતે જીવાદોરી મળી શકે તેમ છે.
આ પણ વાંચો: સોનગઢમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન