નરેન્દ્રભાઈ મોદી પહેલેથી જ ભણવામાં હોશિયાર હતા. સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ખૂબ રસ હતો. PM મોદીએ એક સમયે જોગીદાસ ખુમાણનું પાત્ર ભજવી એક નાટકમાં રજૂ કર્યું હતું. વિસનગરની એમ એન કોલેજમાં નરેન્દ્ર મોદીએ પ્રિ-સાયન્સનો 1967-1968માં અભ્યાસ કર્યો હતો અને તેમનો રજીસ્ટર નંબર 48 હતો. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ આ કોલેજમાં સ્માર્ટ ક્લાસનું ઇલોન્ચિંગ પણ કર્યું હતું.
નરેન્દ્રભાઈ મોદી સાથે વડનગરની અનેક રસપ્રદ વાતો સંકળાયેલ છે. જેમાં વડનગર રેલવે સ્ટેશનમાં ચાની કીટલી પર ચા વેચવાની વાત આજે દેશભરના લોકમુખે રહી છે. પ્રાચીન એવા સર્મિષ્ઠા તળાવની વાત કરીએ તો બાળપણમાં મિત્રો સાથે આ તળાવમાં સ્નાન કરવાની મજા સ્થાનિકો તેમજ તેમના જુના મિત્રો વાગોળી રહ્યા છે. જ્યારે મિત્રો સાથે આ સ્થળ પર બેસતા ત્યારે આ પૌરાણિક ધરોહરની જાળવણી આપણે કરવી પડશે તેવું કહેતા.
હાલ વડનગરની મોટાભાગની પૌરાણિક ધરોહરની સાચવણી સાથે અન્ય સભ્ય સમાજ સામે વિકાસ કરી ગામનો સોળે કળાયે વિકાસ કરી પોતાના વતનનું ઋણ પણ અદા કર્યું છે. તેમજ તેમણે જે કીટલી પર ચા વેચવાનું કામ કર્યું છે. તેની જાળવણીની પ્રક્રિયા પણ હાથ ધરી સમગ્ર રેલવે સ્ટેશનનો વિકાસ હાથ ધરાયો છે. આમ, સમગ્ર દેશની સાથે વડનગરવાસીઓ પણ દેશ માટે અગત્યના ગણાતા નિર્ણયો જેમાં નોટબંધી, જીએસટી તેમજ કાશ્મીરમાં કલમ-370 અને 35એ કલમ હટાવનાર દેશના વડાપ્રધાન અને ખાસ તેમના ગામના સપૂત નરેન્દ્રભાઇ મોદીને લઈને ગર્વ અનુભવી રહ્યા છે.