- જિલ્લામાં ખેડૂતોને પાક સંરક્ષણ માટે હથિયાર રાખવાની મંજૂરી
- ખેતીપાક રક્ષણ માટે 253 લોકોને હથિયારની પરવાનગી
- ખેડૂતોને જંગલી જાનવરો સામે પાક રક્ષણ માટે હથિયારની પરવાનગી
મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં ખેતર અને પાક સંરક્ષણ માટે મહેસાણા, કડી, વિસનગર અને ખેરાલુ પ્રાંત વિસ્તારમાં કુલ 253 ખેડૂતોને હથિયાર રાખવા મામલે મંજૂરી આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ કડી પ્રાંતમાં આવેલ 3 તાલુકા માટે 116 ખેડૂતોને પરવાગી આપવામાં આવી છે.
જંગલી જાનવરોના જોખમને ઘટડવા હથિયારની પરવાનગી
મહેસાણા જિલ્લામાં જંગલી જાનવરો, લૂંટારુંઓ, ચોરોનું જોખમ અનુભવતા ખેડૂતોને તેમના ખેતર અને પાક સંરક્ષણ સહિત સ્વરક્ષણ માટે ખેતપાક સ્વરક્ષણ હેઠળ હથિયાર રાખવા મામલે પરવાનગી માગવામાં આવી હતી. હાલમાં જિલ્લાના કુલ 253 ખેડૂતો હથિયાર પરવાનગી ધરાવે છે. જેમાં કડી પ્રાંતના બેચારજીમાં 68, કડીમાં 40 અને જોટાણાના 8 મળી કુલ 116, મહેસાણા પ્રાંતના મહેસાણામાં 33 અને ઊંઝામાં 19 મળી કુલ 52, ખેરાલુ પ્રાંતમાં સતલાસણા, ખેરાલુ અને વડનગર મળી કુલ 50 અને વિસનગર, વિજાપુર મળી કુલ 35 ખેડૂતોને પાક રક્ષણ હેઠળ હથિયાર રાખવાનો પરવાનગી આપવામાં આવી છે.
સ્વરક્ષણ માટે હથિયારની પરવાનગી
કોઈ પણ નગરી પહેલા પોતાની અને પોતાની સંપત્તિની સુરક્ષાની ચિંતા કરે છે. મહેસાણા જિલ્લામાં પણ કેટલાક જોખમી સંજોગો વચ્ચે અણધારી ઘટના સમયે સ્વરક્ષણ અને સંસ્થાકીય રક્ષણ માટે સરકારી તંત્ર પાસે જિલ્લાના 984 લોકો દ્વારા હથિયાર રાખવા બાબતે મંજૂરી મળી છે. હથિયારની મંજૂરી માટે ચાલુ વર્ષે 944 લોકો સ્વરક્ષણ માટે હથિયાર ધરાવે છે.
મૂલ્યવાન ચીજવસ્તુઓ લોકો સાથે હોય
બેન્ક કે લોકર સહિતની જગ્યાઓ જ્યાં નાણાકીય કે મૂલ્યવાન ચીજવસ્તુઓ કે મોટા પ્રમાણમાં લોકો જોડાયેલા હોય છે. ત્યાં કોઈ જોખમ રહેલું હોય તેવા સ્થળોએ ફરજ બજાવતા 40 સુરક્ષાગાર્ડ માટે સંસ્થાકીય રક્ષણ માટે હથિયાર રાખવાની પરવાનગી છે. ચાલુ વર્ષે હથિયાર રાખવાની પરવાનગી મામલે કુલ 27 અરજીઓ કરવામાં હતી, જેમાં થી 9 અરજીઓનો નિકાલ કરાયો છે, અને 18 અરજીઓ પ્રક્રિયામાં રહી છે. જિલ્લામાં કુલ 57 હથિયાર પરવાનગી ધરાવતા લોકોને કારણોસર હથિયાર રાખવા મામલેનો પરવાનગી રદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લામાં રોગચાળો વકર્યો, મેલેરિયાના 48, ડેન્ગ્યુના 46 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા
આ પણ વાંચોઃ CM Bhupendra Patel સાસરીના ગામ સાલડીમાં ખીલ્યાં, કહ્યું 'વિકાસ બરાબર કરજો'