- જીરું વેચી પરત ઘરે જતા ખેડૂતોને અકસ્માત નડ્યો
- 5 પૈકી એક ખેડૂતનું મૃત્યું થયું
- અકસ્માતમાં 4 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા
- પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી
મહેસાણાઃ જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડ જીરુંના વેપાર માટે ખૂબ ખ્યાતનામ છે ત્યારે બાવળા તાલુકાના મીઠાપુર ગામના ખેડૂતો વાહનમાં જીરું ભરી ઊંઝા માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે આવ્યા હતા. જ્યાં જીરું વેચી પરત ફરતા ખેડૂતોને કડી તાલુકાના થોળ ગામ નજીક અકસ્માત નડ્યો હતો. તેમના વાહનને સામેથી આવતા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઈસ્કોન સર્કલ પાસે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
થોળ નજીક અકસ્માતને પગલે ઉપસ્થિત લોકોએ ભોગ બનેલા ખેડૂતોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. બીજી તરફ રસ્તા પર અકસ્માતને લઈ ભારે ટ્રાફિક સર્જાયો હતો. બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવી અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં એક ખેડૂતનું મૃત્યુ, 4 ઈજાગ્રસ્ત થયા
કડીના થોળ નજીક બાવળાના મીઠાપુરના ખેડૂતોને નડેલા માર્ગ અકસ્માતમાં સ્થાનિકોએ 108ની મદદ લઇ તમામ પાંચ ખેડૂતોને સારવાર હેઠળ ખસેડયા હતા. જોકે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક ખેડૂતનું સારવાર દરમિયાન મૃત્યું થયુ છે અને અન્ય 4ને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કર્યાવહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ કપરાડાના કાકડકોપર ગામે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 1નું ઘટના સ્થળે મોત