મહેસાણા : રક્ષાબંધન એટલે એક એવો પવિત્ર તહેવાર કે જે એક તાંતણાથી બંધાય છે. બહેનના આશિષથી સુરક્ષાનું ભાઈ માટે કવચ જેનાથી લાગણીભર્યા સંબંધ બને છે. રક્ષાબંધનના અવસરે દેશની સેવા કરતા અને ખુબ જ વ્યસ્ત જીવન ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના વસંતી બહેને રક્ષાબંધનની શુભકામનાઓ મોકલાવી છે,
આર્શીર્વાદ અને શુભકામનાઓથી ભરેલી સ્વસ્તિકના ચિન્હવાળી રાખડી વિસનગર રહેતા વસંતીબહેને મોકલતા આજે ધન્યતા અનુભવી રહ્યા છે. રક્ષાબંધનના તહેવારને લઇ વડાપ્રધાનના બહેને થોડા વર્ષો અગાઉ મીડિયા સાથે કરેલી કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી જેના અંશો અહીં પ્રસ્તુત છે.
મહત્વનું છે કે દર રક્ષાબંધને ભાઈ વડાપ્રધાનને રાખડી મોકલી વસંતી બેન મીડિયાને સાથે પોતાની વાતો કરતા હોય છે, પરંતુ મીડિયા સાથેની એક ચર્ચામાં સુરક્ષાના કારણોસર તેમને તંત્રમાંથી મીડિયા સમક્ષ નિવેદન ન કરવા સૂચન કરવામાં આવ્યું હોવાની વાત તેમના પતિ હસમુખભાઈ મોદીએ ETV Bharat સાથેની વાતચીતમાં કરી છે તો તેઓ પણ તે ઘટના બાદ મીડિયા સમક્ષ આવવાનું ટાળી રહ્યા છે.
હંમેશની જેમ વસંતીબહેને આ વર્ષે પણ ભાઈ નરેન્દ્રને શુભાષિશ અને અભિનંદન પાઠવ્યા છે. વિકાસ પુરુષ કહેવાતા પોતાના વીરને રાખડી બાંધવાનો એ અનેરો અવસર દેશની સેવા કરતા વડાપ્રધાન મોદી માટે આજે તેમની બહેનીની આંખોને ભાઈ એક દિવસ આવશે અને તે રૂબરૂ રાખડી તેમના હાથે બાંધશે તેવી વાટ જોતા રાખ્યા છે, ત્યારે બહેનનો વિશ્વાસ પણ આજે મક્કમ બન્યો છે અને આ વખતે પણ સ્વસ્તિકના ચિન્હ વાળી રાખડી મોકલી દેશનો વિકાસ અને સેવા કરે તેમના ભાઈ તેવા આર્શીર્વાદ આપ્યા છે.
- વસંતીબેન છે વડાપ્રધાન મોદીના બહેન
- વડાપ્રધાન મોદી માટે મહેસાણાથી દિલ્હી મોકલાવી રાખડી
- બહેનનો ભાઈ છે દેશની સેવામાં
- સ્વસ્તિકના ચિન્હ સાથે રાખડી મોકલી આપી છે વસંતીબહેને
- ભાઈ બહેનના પવિત્ર તહેવાર પર ભાવભીની રાખડી મોકલે છે
- કુરિયર કરી રાખડી અને આર્શીર્વાદ સંદેશ પાઠવે છે
- બેન કરી રહ્યા છે રક્ષાબંધની કપરી તપસ્યા
- મોદીને રૂબરૂ રાખડી બાંધવાનો બહેનને બહુ ઓછો અવસર મળ્યો છે
- પહેલા RSS પ્રચારક અને હવે PMO હોવાથી રૂબરૂ નથી જઇ શકતા PM પાસે
- ગુજરાતના CM હતા ત્યારે ભાઈ બહેન વચ્ચે ખુશીની લાગણીઓ વરસી હતી
- રાખડી બંધાવી નરેન્દ્ર મોદી પણ બોલ્યા હતા લાગણી ભર્યા શબ્દો
- બહેન-બનેવીને છે મોદી પર સંપૂર્ણ વિશ્વાસ
નરેન્દ્રભાઈ જે કરે તે દેશનું હિત છે અને ઘણા આગળ વધશે એવા બહેનના આશીસ વડાપ્રધાનના બેન વસંતીબેને શુક્રવારે રક્ષાબંધનના તહેવારને લઇ કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી. જેમાં જયારે વડાપ્રધાન RSS સાથે પ્રચારક તરીકે હતાં, ત્યારે તેમનું ઘરબારનું કોઈ ઠેકાણું ન હોવા છતાં તેઓ આજના આ પવિત્ર દિવશે ભીના દીર્ધાયુ માટે રાખડી અવશ્ય મોકલાવતા હતાં. જો કે, રાખડી મળ્યાના કોઈ સમાચાર મળતા નહોતાં.
વસંતી બહેનની આ તપસ્યા એવી તો ફળી કે નરેન્દ્ર મોદી એક રક્ષાબંધને ગુજરાતના CM હતાં, ત્યારે અનેક મહિલાઓ તેમને રાખડી બાંધવા આવી પહોચી હતી,પરંતુ વસંતીબહેન પ્રથમ પહોંચી રાખડી બાંધી હતી અને બન્ને ભાઈ-બહેન વચ્ચે લાગણીઓ છલકાઈ ઉઠી હતી. ત્યારબાદ અન્ય મહિલાઓને વડાપ્રધાને રાખડી બાંધવા દીધી હતી, તો વિકાસ પુરુષ કહેવાતા પોતાના વીરને રાખડી બાંધવાનો એ અનેરો અવસર દેશની સેવા કરતા વડાપ્રધાન મોદી માટે આજે તેમની બહેનીની આંખોને ભાઈ એક દિવસ આવશે અને તે રૂબરૂ રાખડી તેમના હાથે બાંધશે તેવી વાટ જોતા રાખ્યા છે, ત્યારે બહેનનો વિશ્વાસ પણ આજે મક્કમ બન્યો છે અને આ વખતે પણ સ્વસ્તિકના ચિન્હ વાળી રાખડી મોકલી દેશનો વિકાસ અને સેવા કરે તેમના ભાઈ તેવા આર્શીર્વાદ આપ્યા છે.
આ વચ્ચે વડાપ્રધાનના બહેને વિશ્વ સહિત દેશમાં ચાલી રહેલી કોરોના વાઇરસની પરિસ્થિતિને પગલે મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યુ હતું, પરંતુ આજે પણ બહેને વડાપ્રધાનને આ મુશ્કેલી વચ્ચે રાખડી મોકલી અને દેશ આ સમગ્ર પરિસ્થિતિમાંથી બહાર આવશે તેવી શુભકામના પાઠવી હતી.