ETV Bharat / state

વિસનગરના ભાંડું ગામે નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું - gujaratinews

મહેસાણા: દેશમાં શિક્ષણને લઈને સરકાર પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. ત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનો વ્યાપાર સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બનતા આખરે જીવન ટૂંકાવવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો મહેસાણાના વિસનગર તાલુકાના ભાંડું ગામમાં સામે આવ્યો છે.

વિસનગરના ભાંડું ગામે નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
author img

By

Published : Jun 27, 2019, 9:19 PM IST

મહેસાણામાં આવેલા વિસનગર તાલુકાના ભાંડું ગામની જ્યોતિબા કોલેજ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરતી 19 વર્ષિય યુવતીએ રિસેસ બાદ પોતાની હોસ્ટેલમાં જઈને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જોકે રિસેસ બાદ યુવતી કોલેજમાં પરત ન આવતા તેની સખીઓએ હોસ્ટેલના રૂમ પર તપાસ કરી હતી. દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો કે, બારીમાંથી જોતા યુવતી આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાને પગલે કેમ્પસ ડાયરેક્ટર અને વિસનગર તાલુકા પોલીસ દોડી આવતા તપાસ શરૂ કરી હતી.

વિસનગરના ભાંડું ગામે નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

પ્રાથમિક તપાસને અંતે યુવતીના મોત મામલે સ્થળ પરથી કોઇ પ્રકારના પુરાવા ન મળી આવતા પોલીસે તાપીના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામમાં રહેતા મૃતક યુવતીના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરાવીને હાલમાં યુવતીના મોતને આકસ્મિક મોતની ઘટના દર્શાવી છે. આ અંગે યુવતીના પિતાએ કોલેજ સંચાલકો સામે આક્ષેપ કરતા યુવતીએ કોલેજમાં હોસ્ટેલ ફી ન ભરી હોવાને કારણે વારંવાર દબાણ કરાતું હોવાથી આ પગલું ભર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ABVP અને NSUI જેવા વિદ્યાર્થી હિત સંઘઠનોએ વિદ્યાર્થીનીના મોત મામલે યોગ્ય ન્યાયની માગ ઉઠાવી છે. તો કોલેજ સંચાલકોને અલ્ટીમેટમ આપ્યું છે કે, જ્યાં સુધી વિદ્યાર્થીનીના પરિવારને 10 લાખની સહાય અને દોષિતો સામે પગલાં નહી ભરવામાં આવે તો ઉગ્ર લડત આપવામાં આવશે.

આ ઘટનામાં સ્થળ પરથી કોઈ સ્યુસાઈડ નોટ કે પુરાવા ન મળી આવતા પોલીસે શંકા જતાવી મૃતકના પિતાના નિવેદનના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. તો આગામી ટૂંક દિવસોમાં યુવતીના મોત મામલે ઘૂંટતાં રહસ્ય પરથી પડદો ઉઠી શકે તેવી શક્યતાઓ પોલીસ તપાસમાં સેવાઇ રહી છે.

ગુજરાતમાં શૈક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો

વિસનગરના ભાંડું ખાતે નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

આજે દેશમાં શૈક્ષણને સરકાર પ્રોત્સાહન આપી રહી છે ત્યાં બીજી તરફ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણનો વ્યાપાર સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે માટે જ આજે ભણવા માટે મસ મોટી ફી અને તેમાંય જમવા રહેવાના ખર્ચ સામે લાચાર બની ગયું છે શૈક્ષણ આવો આજે વાત કરીએ શૈક્ષણમાં આવેલી લાચારીની કે જેમાં એક જિંદગી હોમાઈ ગઈ છે ને હવે આક્ષેપો અને બચાવ થકી ગરમાયો છે માહોલ....

વાત છે મહેસાણા જિલ્લાના શૈક્ષણિક નગરી કહેવાતા વિસનગર તાલુકાના ભાંડું ગામની કે જ્યાં જ્યોતિબા કોલેજ ઓફ નર્સિંગ કે જેમાં અભ્યાસ કરતી 19 વર્ષીય સંધ્યા નામની યુવતી રીસેસ બાદ પોતાની હોસ્ટેલમાં જઈ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે જોકે રીસેસ બાદ સંધ્યા કોલેજમાં પરત ન આવતા તેની સખીઓ એ હોસ્ટેલના રૂમ પર તપાસ કરતા દરવાજો અંદર થી બંધ જોવા મળ્યો કે બારી માંથી જોતા સંધ્યા આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી જેને ઘટના ને પગલે કેમ્પસ ડાયરેકટર અને વિસનગર તાલુકા પોલીસ દોડી આવતા તપાસ શરૂ કરી હતી જોકે પ્રાથમિક તપાસને અંતે યુવતી ના મોત મામલે સ્થળ પર થી કોઇ પ્રકારના પુરાવા ન મળી આવતા પોલીસે તાપી જિલ્લા ના ઉચ્છલ તાલુકા ના સુંદરપુર ગામે રહેતા મૃતક યુવતીના પરિવાર ને જાણ કરી પોસ્ટમોર્ટમ કરાવી હાલમાં યુવતીના મોતને આકસ્મિક મોતની ઘટના દર્શાવી છે જ્યાં યુવતીના આપઘાત મામલે કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી ત્યાં જ યુવતીના પિતાએ કોલેજ સંચાલકો સામે આક્ષેપ કરતા સંધ્યા એ કોલેજમાં હોસ્ટેલ ફિન ભરી હોઈ વારંવાર દબાણ કરાતું હોઈ આ પગલું ભર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે 

બાઈટ 01 : ભરતભાઈ કકોણી, મૃતક યુવતીના પિતા

એક તરફ વિદ્યાર્થીનીના મોત મામલે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે ત્યાં બીજી તરફ ABVP અને NSUI જેવા વિદ્યાર્થી હિત સંઘઠનો વિદ્યાર્થીના મોત મામલે યોગ્ય ન્યાયની માંગ ઉઠાવી રહ્યા છે તો કોલેજ સંચાલકોને અલટીમેટમ આપ્યું છે કે જ્યાં સુધી વિદ્યાર્થીનીના પરિવારને 10 લાખની સહાય અને  દોષીતો સામે પગલાં નહિ ભરાય તો ઉગ્ર લડત આપવામાં આવશે 

બાઈટ 02 : ડિમ્પલ પટેલ, ABVP કાર્યકર

સંધ્યા એક સામાન્ય પરિવાર માંથી આવી ભાંડું ગામે આવેલ જ્યોતિબા કોલેજ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરતી હતી જ્યાં શૈક્ષણ પછાળ મોંઘીડાટ શિક્ષણિક ફી અને હોસ્ટેલ તેમજ જમવાના ખર્ચનું ભારણ તેના માથે રહેતું જેમાં માંડ પૂરું કરતા માત્ર હોસ્ટેલ ફી બાકી હોઈ કોલેજના સંચાલકો દ્વારા દબાણ કરાતું હોવાને લઈ યુવતીએ મોતને વ્હાલું કર્યું હોવાના આક્ષેપો વચ્ચે કોલેજ સંચાલકો પોતાનો લુલોબચાવ કરતા યુવતી પર કોઈ દબાણ ન કરાતું હોવાનું રટણ કરી રહ્યા છે 

બાઈટ 03 : નરેન્દ્ર પટેલ, કોલેજ સંચાલક

એક 19 વર્ષીય વિદ્યાર્થી દ્વારા ચાલુ કોલેજે હોસ્ટેલમાં જઈ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાની ઘટનામાં સ્થળ પર થી કોઈ સુસાઈડનોટ કે પુરાવા ન મળી આવતા પોલીસે શંકા જતાવી મૃતકના પિતાના નિવેદનો આધારે તપાસ નો દોર શરૂ કર્યો છે તો આગામી ટૂંક દિવસોમાં યુવતીના મોત મામલે ઘૂંટતાં રહસ્ય પર થી પડદો ઉઠી શકે તેવી શક્યતાઓ પોલીસ તપાસમાં સેવાઇ રહી છે 

બાઈટ 04 : એમ.બી.વ્યાસ, DySP વિસનગર

આજે શૈક્ષણ મોંઘું થયું છે ત્યાં શૈક્ષણ માફિયાઓ દ્વારા વિવિધ ખર્ચ પણ વિદ્યાર્થીઓ પાસે વસુલ કરાઈ રહ્યા છે ત્યાં સંધ્યાના આપઘાત પર પરિવારને સાચો ન્યાય ક્યારે મળે છે તે સવાલ સૌ કોઈને મનમાં બની બેઠો છે...

રોનક પંચાલ , ઇટીવી ભારત , વિસનગર-મહેસાણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.