- રાષ્ટ્રીય પર્વ પર રાષ્ટ્રવાદનું ઉત્તમ ઉદાહરણ વિસનગરમાં જોવા મળ્યું
- આ કોલેજમાં PM મોદીએ અભ્યાસ કર્યો છે
- વિસનગર એમ. એન. કોલેજના મુસ્લિમ કર્મચારીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો
મહેસાણા : ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. જ્યાં અનેક જ્ઞાતિ, જાતિ અને ધર્મના લોકો દેશનું ગૌરવ અને સંસ્કૃતિ સાથે રહે છે. ત્યારે આ દેશના રાષ્ટ્રીય પર્વ પર સૌ કોઈ નાગરિકોમાં દેશપ્રેમ ઉભરાઈ આવે એ સ્વભાવિક છે, પરંતુ આ વખતે ઉજવવામાં આવેલા 72માં ગણતંત્ર દિવસ પર જ્યાં PM મોદીએ અભ્યાસ કર્યો હતો, તે શૈક્ષણિકનગરી તરીકે જાણીતા વિસનગર શહેરમાં આવેલી સરકારી એમ. એન. કોલેજમાં મુસ્લિમ પટ્ટાવાળા દ્વારા ધ્વજ લહેરાવી રાષ્ટ્રપ્રેમ અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
કોમી એકતા અને રાષ્ટ્રવાદને લઈ ઉચનીચના ભેદભાવ વિના જ ધ્વજવંધન કરાયું
કોલેજમાં સામન્ય રીતે રાષ્ટ્રીય પર્વ પર ફરજ બજાવતા મુસ્લિમ સમુદાયમાંથી આવતા અબ્દુલ રશીદખાન ખોખર દ્વારા VIP કે VVIP લોકો માટે રાષ્ટ્ર ધ્વજને તૈયાર કરવાનું અને સાંજે રાષ્ટ્રધ્વજને સન્માન સાથે નીચે ઉતારી લેવાનું કામ કરવામાં આવતું હતું. આમ ગત 30 વર્ષની ફરજ દરમિયાન આ મુસ્લિમ સમુદાયમાંથી આવતા વ્યક્તિને રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે એક અનોખો પ્રેમ અને રાષ્ટ્રભવના જોડાઈ હતી. ત્યારે આ વખતે 72માં ગણતંત્ર દિવસ પર કોલેજ પરિવાર દ્વારા આ કર્મચારીના હસ્તે ધ્વજ લહેરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે અબ્દુલ રશીદખાન ખોખરના હૃદયનો રાષ્ટ્રપ્રેમ છલકાઈ આવ્યો હતો અને તેમને પોતે પટ્ટાવાળા હોવા છતા આજે આગવા પહેરવેશમાં સજ્જથી ત્રિરંગાને લહેરાવી સલામી આપતા સૌ કોઈને ધ્વજ વંદન કરાવ્યું હતું.
ગુજરાતમાં પહેલી વાર VIP અને VVIPને બાજુ પર રાખી મુસ્લિમ પટ્ટાવાળાના હસ્તે ધ્વજ લહેરાવાયો
સામન્ય રીતે રાષ્ટ્રીય પર્વમાં કોઈ સરકારી કે, સહકારી સંસ્થામાં ધ્વજ લહેરાવવાનો પહેલો અધિકાર કોઈ વિશેષ વ્યક્તિ કે આગેવાનોને આપવામાં આવે છે. ત્યારે વિસનગર ખાતે આવેલી સરકારી એમ. એન. કોલેજ પરિવાર દ્વારા આ ગૌરવવંતા ભારતમાં કોઈ ઉચનીચના ભેદભાવ ન હોવાનું પુરવાર કરતા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કોલેજના નિવૃત થનારા મુસ્લિમ પટ્ટાવાળા પાસે ધ્વજ લહેરાવી દેશ અને સમાજમાં કોમી એકતા એકતા અને રાષ્ટ્રવાદનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે કદાચ ગુજરાતમાં પહેલી વાર આ પ્રકારનું આયોજન સફળ બન્યું છે.
મુસ્લિમ કર્મચારી કોલેજમાં વર્ષોથી પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે છે
રાષ્ટ્રધ્વજ લહેરાવનારા સરકારી કોલેજના પટ્ટાવાળા તરીકે અબ્દુલ રશીદ ખોખર 12 માર્ચ 1991માં સરકારી ફરજમાં જોડાયા હતા. ત્યારથી જ તેમને પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હોય છે. જ્યારે પણ રાષ્ટ્રીય પર્વ આવે ત્યારે વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે મળી ધ્વજવંદન માટે રાષ્ટ્રધ્વજને પોલ પર સજાવતા હતા. જે ધ્વજને કોલેજના વિશેષ વ્યક્તિઓ દ્વારા જ લહેરાવી ધ્વજ વંદન કરવામાં આવતું હતું. જોકે, આગામી 30 જૂન 2021માં આ કર્મચારીની ફરજ પૂર્ણ થઈ હોય કોલેજના પ્રિન્સિપાલ આર. ડી. મોઢ દ્વારા આ મુસ્લિમ વ્યક્તિનો રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રપ્રેમ પરખીને 72મા ગણતંત્ર દિવસ પર કોલેજ પરિવાર સાથે મળી ખખોર અબ્દુલ રશીદખાનના હસ્તે ધ્વજ લહેરાવવાનું નક્કી કરાયું હતું. જે મુજબ એમ. એન. કોલેજમાં ધ્વજ વાંદનનો કાર્યક્રમ થતા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ચાર ચાંદ લાગ્યા છે. તો સમગ્ર આયોજન પર કોલેજ પરિવાર ગૌરવવંતુ બન્યું હતું.