ETV Bharat / state

મહેસાણામાં અનુસુચિત જાતિની સગીરા પર લગ્નની લાલચ આપીને આચર્યું સામુહિક દુષ્કર્મ - સામુહિક દુષ્કર્મ

મહેસાણા જિલ્લાના એક ગામની સગીરા સાથે લગ્નની લાલચ આપીને બે મિત્રોએ સાથે મળી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોતાના પર થતા અત્યાચારની પીડા સહન ન થતા અંતે લાંગણજ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી અને પોલીસે ગુનાહિત કૃત્ય આચરવાના ગુનામાં એટ્રોસિટી, દુષ્કર્મ અને ધમકી આપી મારામારી કરવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સગીરા પર બે યુવાનોએ આચર્યું સામુહિક દુષ્કર્મ

author img

By

Published : Apr 19, 2021, 8:12 PM IST

  • મહેસાણા જિલ્લાના એક ગામે સગીરા સાથે લગ્નની લાલચે સામુહિક દુષ્કર્મની ઘટના
  • ગામના જ બે યુવાનોએ સગીરાને પિંખી નાંખી
  • સામુહિક દુષ્કર્મ આચરી સગીરાને આપી જાનથી મારી નાખવાની ધમકી

મહેસાણા : જિલ્લાના એક ગામે સગીરાને તેના જ ગામના વિકાસ નાયી નામના શખ્સે લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોસલાવી પોતાના તાબે કરીનેે અવાર-નવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેના મિત્ર ગૌરાંગ ઉર્ફે ગિલ્લી પટેલ સાથે મળી અનુસૂચિત જાતિની સગીરા તેની મરજી વિરુદ્ધ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો : રાજકોટમાં 15 વર્ષની પુત્રી પર હવસખોર પિતાએ અનેક વખત ગુજાર્યો દુષ્કર્મ

સગીરાએ લાંગણજ પોલીસને હકીકત જણાવી

સગીરા પર દુષ્કર્મ આચરેલા બે હવસખોરોનો શિકાર બનેલા સગીરાને પોતાની સાથે બનેલી ઘટના અન્ય લોકોને ન કહેવા માટે દુષ્કર્મ આચરનારા શખ્સોએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે કારણે સગીરા ગભરાઈ જઈ સતત દુષ્કર્મનો શિકાર બનતી રહી હતી. જો કે, સગીરાએ પોતાના પર થતા અત્યાચારની પીડા સહન ન થતા અંતે લાંગણજ પોલીસને હકીકત જણાવી હતી.

આ પણ વાંચો: મહિલા દિવસે દુષ્કર્મ પીડિતાને ન્યાય: પાંચ આરોપીઓને 20 વર્ષની સજા, 1.85 લાખનો દંડ

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

પોલીસે સગીરાની ફરિયાદ લઈ ગામમાં રહેતા વિકાસ નાયી અને ગૌરાંગ ઉર્ફે ગિલ્લી પટેલ સામે સામુહિક દુષ્કર્મ અને સગીરા અનુસુચિત જાતિની હોવાને કારણે ઍટ્રોસિટી, દુષ્કર્મ અને ધમકી આપી મારામારી કરવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.