- મહેસાણા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
- સ્વંભંડોળ અને સરકારી પ્રવૃતિઓ સાથે રૂપિયા 21.62 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું
- તાલુકા પંચાયતની બેઠકમાં સમિતિઓની રચના કરાઈ
મહેસાણાઃ સ્થાનીક સ્વરાજની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે મહેસાણા તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાઈ હતી, ત્યારબાદ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં અધિકારી, કર્મચારીઓ, નવનિયુક્ત પદાધિકારી અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતમાં વિવિધ ક્ષેત્રે વિકાસ કરવાના હેતુથી જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું સામાન્ય બજેટ બહુમતીથી પસાર
રૂપિયા 2.23 કરોડની જોગવાઈ તાલુકા પંચાયતના સ્વંભંડોળમાંથી કરવામાં આવી
આ ઉપરાંત રૂપિયા 21.62 કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 2.23 કરોડની જોગવાઈ તાલુકા પંચાયતના સ્વંભંડોળમાંથી કરવામાં આવી છે.
મહેસાણા તાલુકા પંચાયતમાં વિવિધ આયોજન માટે બજેટની ફાળવણી કરાઈ
મહેસાણા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. તાલુકા પંચાયતના સદસ્યો સાથે સામાન્ય સભા મળી હતી. જેમાં મહેસાણા તાલુકા પંચાયત વિસ્તારમાં આવતી આર્થિક રીતે નબળી ગ્રામપંચાયતોના વિકાસ માટે રૂપિયા 57 લાખ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પ્રોત્સાહન માટે રૂપિયા 10 હજાર, કુદરતી આફતો માટે રૂપિયા 60 હજાર, રાષ્ટ્રીય પર્વ ઉજવણી માટે રૂપિયા 6 લાખ, કચેરી ખર્ચ માટે રૂપિયા 58.15 લાખ, પશુપાલન ક્ષેત્રે રૂપિયા 1 લાખ, ખેતીવાડી માટે કુલ આવકના 15 ટકા લેખે રૂપિયા 19.10 લાખ, શિક્ષણ ક્ષેત્રે 5 ટકા પ્રમાણે રૂપિયા 6.37 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 7.5 ટકા લેખે રૂપિયા 9.55 લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂપિયા 1 લાખ અને પરચુરણ ખર્ચ માટે રૂપિયા 14 લાખનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે.