ETV Bharat / state

મહેસાણા પોલીસે ગેરકાનૂની પ્રવૃત્તિ ઝડપી, 35 પશુઓને કતલ ખાને જતા બચાવ્યા - Mehsana Police

મહેસાણા જિલ્લા નજીક આવેલા મંડાલી ગામે એક કતલખાનું ચાલતું હોવા છતા પશુઓને અન્ય કતલખાને લઈ જવતા હોવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ માટે માથાનો દુખાવો બની છે, ત્યારે લોકડાઉન સમયે જિલ્લા પોલીસ દ્વારા આ જ ગામની સીમમાં દરોડા પાડી પશુઓના કતલ કરાતા હોવાની ગેરકાનૂની પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી હતી.

મહેસાણા પોલીસે ગેરકાનૂની પ્રવૃત્તિ ઝડપી, 35 પશુઓને કતલ ખાને જતા બચાવ્યા

author img

By

Published : Dec 23, 2020, 5:34 PM IST

  • મંડાલી ગામથી વધુ એકવાર કસાઈ પાસે જતા પશુઓ બચાવી લેવાયા.!
  • મંડાલી ગામની સીમમાં ચાલતી હતી ગેરકાયદેસર મંડી
  • મંડીમા પશુઓને હરાજી બાદ કતલખાને લઈ જવાતા હતા
  • પોલીસે 35 પશુઓને જીવતા બચાવ્યા

મહેસાણાઃ જિલ્લા નજીક આવેલા મંડાલી ગામે એક કતલખાનું ચાલતું હોવા છતા પશુઓને અન્ય કતલખાને લઈ જવતા હોવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ માટે માથાનો દુખાવો બની છે, ત્યારે લોકડાઉન સમયે જિલ્લા પોલીસ દ્વારા આ જ ગામની સીમમાં દરોડા પાડી પશુઓના કતલ કરાતા હોવાની ગેરકાનૂની પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી હતી. આ જ ગામની સીમમાં કુખ્યાત કસાઈઓ દ્વારા પશુ ભરી કતલખાને લઈ જવાતા હોવાની બાતમી પોલોસને મળતા પોલીસે દરોડા પાડી ભેંસો, પાડા અને નાના બચ્ચા સહિત 35 જેટલા પશુઓને વાહનમાં ભરી કતલ ખાને લઈ જવાની પ્રવૃત્તિને અટકાવી હતી.

મહેસાણા પોલીસે ગેરકાનૂની પ્રવૃત્તિ ઝડપી, 35 પશુઓને કતલ ખાને જતા બચાવ્યા
મહેસાણા પોલીસે ગેરકાનૂની પ્રવૃત્તિ ઝડપી, 35 પશુઓને કતલ ખાને જતા બચાવ્યા

પોલીસે 35 પશુઓને બચાવી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી

મહેસાણા જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે લાંગણજ પોલીસે મંડાલી ગામની સીમમાં દરોડા પાડી 35 પશુઓના જીવ બચાવી તે પશુઓને પાંજરાપોળ ખાતે સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. તો આ ગેરકાનૂની પ્રવૃત્તિમાં જોડાયેલા 2 શખ્સ શેખ સિફ મુસ્તુફાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક મુખ્ય સૂત્રધાર ઇમરાન પઠાણ ઉર્ફે મુન્નો ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પર થી એક વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધતા વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.