ETV Bharat / state

ઓનલાઇન સાહિત્ય સ્પર્ધામાં મહેસાણાની વિદ્યાર્થીનીએ મેળવ્યો તૃતિય ક્રમાંક

મહેસાણાની મોટીદાઉ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ ઓનલાઇન પ્રતિયોગિતામાં તૃતિય સ્થાન મેળવ્યું છે. જે મહેસાણા અને સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.

મહેસાણાની દિકરીએ મેળવ્યું ઓનલાઇન સાહિત્ય સ્પર્ધામાં મેળવ્યું તૃતિય સ્થાન

author img

By

Published : Oct 11, 2020, 7:36 PM IST

મહેસાણા: નવોદય ક્રાંતિ પરિવાર ભારત તથા સત્યમેવ જયતે ફાઉન્ડેશન દિલ્હી દ્વારા હિન્દી સાહિત્યના પ્રખ્યાત સાહિત્યકાર પ્રેમચંદની પુણ્યતિથિ નિમિત્તે સમ્રાટ મુન્શી સાહિત્ય સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 450 વિદ્યાર્થીઓએ પોતાની લેખન શૈલી દ્વારા મહાન સાહિત્યકારની ઝલક દર્શાવી હતી.

આ સ્પર્ધા 8થી 12 વર્ષ અને 9થી 16 વર્ષ એમ બે વિભાગમાં યોજાઇ હતી. જેમાં મોટીદાઉ પ્રાથમિક શાળાના 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને સ્પર્ધા માટેનું માર્ગદર્શન શાળાના શિક્ષિકા વૈશાલીબેન પંચાલે તેમના ઘરે જઈને અને ફોન દ્વારા આપ્યું હતું.

મહેસાણાની દિકરીએ મેળવ્યું ઓનલાઇન સાહિત્ય સ્પર્ધામાં મેળવ્યું તૃતિય સ્થાન
મહેસાણાની દિકરીએ મેળવ્યું ઓનલાઇન સાહિત્ય સ્પર્ધામાં મેળવ્યું તૃતિય સ્થાન

શિક્ષિકા વૈશાલીબેને વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કૌશલ્યોને ખીલવવા માટેની સ્પર્ધાઓ જેવી કે હિન્દી દિવસ, હિન્દી લેખન, વક્તૃત્વ, ચિત્ર સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા તથા પેપર બેગ બનાવવાનો પ્રોજેક્ટ દ્વારા સતત માર્ગદર્શન આપવા પ્રોત્સાહિત કરે છે.

8 થી 12 વર્ષના વિભાગમાં આ શાળાની વિદ્યાર્થીની પરમાર અંજલીબેન દિનેશભાઈએ રાષ્ટ્ર લેવલે તૃતીય સ્થાન મેળવ્યું છે. શાળા અને ગામ માટે આ ખૂબ ગર્વની વાત છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સત્યમેવ જયતે ફાઉન્ડેશન તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓ હિન્દી સાહિત્યથી માહિતગાર થાય અને પોતાની લેખન કૌશલ્ય શક્તિ ખીલવે તેવો રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.