ETV Bharat / state

મહેસાણાના કડીમાં પશુ ઈલાજના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો, તંત્ર નિદ્રાધીન - Medicine bottle and injection

મહેસાણા જિલ્લાના કડીમાં પશુઓના ઈલાજનો સરકારી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો હતો. જે અંગે તંત્રની બેદરકારી સામે આવી છે. કડીના ઊંટવા રોડ પરની બનેલી ઘટનામાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોવાનું જામવા મળ્યું છે. જે અંગે તંતેરની બેદરકારી હોવાનું જાણવા મળ્યું છે. સરકારી વેટરનરી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો હતો. જેમાં ઉપયોગ કરાયેલા સિરિંજ- ઈન્જેક્શન સહિતનો વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવ્યો હતો. 15 જેટલી દવાની ખાલી બોટલ અને દવાઓના બોક્સ સહિત ઈન્જેક્શનોને જાહેરમાં ફેંકાતા તંત્ર માટે પણ પડકાર બન્યો છે.

મહેસાણા
મહેસાણા
author img

By

Published : Dec 6, 2020, 10:58 PM IST

  • પશુઓના ઈલાજના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ
  • મહેસાણામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી
  • કડીના ઊંટવા રોડ પરની ઘટના

મહેસાણા: મહેસાણા જિલ્લાના કડીમાં પશુઓના ઈલાજનો સરકારી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો હતો. જે અંગે તંત્રની બેદરકારી સામે આવી છે. કડીના ઊંટવા રોડ પરની બનેલી ઘટનામાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોવાનું જામવા મળ્યું છે. જે અંગે તંતેરની બેદરકારી હોવાનું જાણવા મળ્યું છે. સરકારી વેટરનરી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો હતો. જેમાં ઉપયોગ કરાયેલા સિરિંજ- ઈન્જેક્શન સહિતનો વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવ્યો હતો. 15 જેટલી દવાની ખાલી બોટલ અને દવાઓના બોક્સ સહિત ઈન્જેક્શનોને જાહેરમાં ફેંકાતા તંત્ર માટે પણ પડકાર બન્યો છે.

મહેસાણાના કડીમાં પશુ ઈલાજના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો

કડીમાં મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ તંત્ર માટે પડકાર બન્યો

આખરે કડી પંથકમાં ક્યારે અટકશે મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ એ તંત્ર માટે પણ પડકારનો વિષય બન્યો છે. મહેસાણા જિલ્લામાં આવેલો કડી વિસ્તાર આમ તો રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનનું હોમ ટાઉન છે. પરંતુ અહીં તેમના જ વિસ્તારમાં હોસ્પિટલોની બેદરકારીઓ ડગલેને પગલે જોવા મળી રહી છે. ત્યારે કડી પંથકમાં મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ એ નાગરિકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. છતાં વધુ અકેવાર તંત્ર નિંદ્રાધીન રહેતા કડી ઊંટવા રોડ પર પશુઓ માટે વપરાતી સરકારી દવાઓના બોક્સ અને દવાની ખાલી બોટલો સહિત વપરાયેલા ઈન્જેક્શન અને સિરિંજોનો જથ્થો જાહેરમાં નિકાલ કરેલો જોવા મળ્યો છે. જે જન આરોગ્ય માટે જોખમરૂપ છે. ત્યારે આ મેડિકલ વેસ્ટના જાહેરમાં નિકાલ માટે આખરે કોણ જવાબદાર છે અને શા માટે કડી પંથકમાં જ આ પ્રકારે મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ જોવા મળે છે. તો સરકારી દવાઓનો જથ્થો આ રીતે ફેંકવા પાછળ શુ તંત્રના જ બાબુઓનો કોઈ રોલ હોઈ શકે છે..? આવી ઘટના પર તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે કેમ એ તો જોવું જ રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.