- વાળીનાથ મંદિરના મહંત બળદેવગીરી બાપુની તબિયત નાદુરસ્ત
- સમસ્ત રબારી સમાજની ગુરુ ગાદી આવેલી છે તરભ વાળીનાથ મંદિરે
- બાપુની તબિયત લથડતા રાજકીય નેતાઓ દોડી આવ્યા
મહેસાણા : વિસનગરના તરભ ગામે રબારી સમાજની ગુરુ ગાદીના મહંતની તબિયત નાદુરસ્ત હોવાના કારણે સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ બાપુના ખબર અંતર પૂછવા દોડી આવ્યા હતા. આ સાથે ગુરુ ભક્તો બળદેવગીરી બાપુની સારા તબીયત માટે પ્રથના કરી રહ્યા છે.
સમગ્ર રબારી સમાજે કરી બાપુના સારા આરોગ્યની પ્રાર્થના
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલા તરભ ગામે સમસ્ત રબારી સમાજની ગુરુ ગાદી આવેલી છે. જ્યાં વાળીનાથનું મંદિર વાળીનાથ અખાડા તરીકે જાણીતું છે. જે મંદિરની મુખ્ય ગાદી પર બળદેવગીરી બાપુ બિરાજમાન છે. જેમને સમસ્ત સમાજના કલ્યાણ માટે ગુરુ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ગત 3 દિવસથી બળદેવગીરી બાપુની તબિયત સતત લથડવાને કારણે ગુરુ ભક્તોના મન ચિંતિત બન્યા છે. આ સાથે સમગ્ર રબારી સમાજ બાપુની તબિયત સારી થાય માટે પ્રાર્થના કરી રહ્યો છે.
બાપુની તબિયત લથડતા રાજકીય બાબુઓ ખબર અંતર પૂછવા આવ્યા...!
તરભ ગામે આવેલા વાળીનાથ અખાડા પ્રત્યે સમસ્ત રબારી સમાજની લાગણીઓ જોડાયેલી છે. ત્યારે રબારી સમાજના લોકો સાથે હર હંમેશ રાજકીય નેતાઓ જોડાઈ રહેવા પ્રયત્ન કરતા હોય છે. જોકે, આ વખતે ગુરુ ગાદી પર બિરાજમાન બળદેવગીરી બાપુની તબિયત લથડતા સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ બાપુના ખબર અંતર પૂછવા દોડી આવ્યા હતા.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ બાપુની મુલાકત કરી તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી.!
મહેસાણા ખાતે ખેડૂતોના પ્રશ્ને પત્રકાર પરિષદ બાદ અમિત ચાવડા વિસનગરના તરભ ગામે દોડી આવ્યા હતા. જ્યાં તેમને રબારી સમાજના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો સાથે બાપુની ગાદી પર જઈ દર્શન કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. ત્યાં બાપુની તબિયતના હાલચાલ જાણી દુઃખની લાગણી અનુભવતા અમિત ચાવડાએ સમાજને માર્ગ ચીંધતા ગુરુ બળદેવગીરી બાપુ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.