મહેસાણા જિલ્લામાં રીઢા તસ્કરોને શોધવામાં મહેસાણા LCBને મોટી સફળતા મળી છે. અહીં ભાસરિયા હાઈવે પર લાખોની ચોરીનો માલસામાન વેચવા 7 ચોર આવ્યા હતા. આ મામલે LCBને શંકા જતા પોલીસે દરોડા પાડી (LCB Team raid in Mehsana) આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે એકસાથે 11 ગુનાનો ભેદ ઉકેલી 4.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે (LCB Mehsana arrested accused with stolen goods) કર્યો હતો. પોલીસે એક સગીર અને ચોરીનો સામાન ખરીદનારા સહિત 8 શખ્સોની અટકાયત કરી હતી.
જિલ્લામાં પોલીસની ઊડી ઊંઘ જિલ્લામાં ચોરીના બનાવો વધતા પોલીસની (LCB Mehsana) ઊંઘ ઊડી ગઈ છે. તેવામાં પેટ્રોલિંગ વધારવામાં આવતા મહેસાણા LCBને મળેલી બાતમી આધારે (LCB Mehsana arrested accused with stolen goods) મહેસાણા અમદાવાદ હાઈવે (Mehsana Ahmedabad Highway) પર ભાસરિયા ગામના પાટિયા નજીક પિકપ ડાલાને પકડી તપાસ કરતા લાખો રૂપિયાની ચોરીનો સામાન વેચી ભાગે પડતા પૈસા મેળવવાની ફિરાકમાં નીકળે છે. તો પોલીસે એક સગીર સહિત 7 ચોરની ટોળકીને ઝડપી પાડી હતી.
તસ્કરોએ ગુનાઓ કબૂલ્યા તસ્કરોની પૂછપરછ કરતા છેલ્લા 1 વર્ષમાં લાઘણજ, મોઢેરા, સાંથલ અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના (Mehsana Taluka Police Station) ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ખેતરોના બોર પર, આંગણવાડીમાં અને ONGC વેલ પર થયેલી કુલ 11 જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા ચોર ટોળકી પાસેથી ચોરી કરેલા અને ચોરીમાં ઉપયોગ કરાયેલો સામાન કબજે કર્યો હતો. સાથે જ બોરના કેબલો, 7 નંગ તેલના ડબ્બા, એક કમ્પ્રેશર, એક ઈલેક્ટ્રિક મોટર, એક ફાઈટર મશીન, 6 નંગ મોબાઈલ, એક મોટરસાઈકલ, એક પિકપ ડાલું સહિત 4,75,400નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ દ્વારા ચોર ટોળકી ઉપરાંત ચોરીનો સામાન ખરીદનાર જાકાસણના શાહરુખ પઠાણની પણ અટકાયત (LCB Mehsana arrested accused with stolen goods) કરવામાં આવી છે.
આ આરોપીઓની અટકાયત આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક, પઠાણ આસીફખાન બિસ્મીલાખાન (રહે. મંડાલી, તા.મહેસાણા), ઠાકોર અજીતજી લક્ષણજી (રહે. મુદરડા, તા.જોટાણા), ઠાકોર જગાજી લક્ષ્મણજી (રહે. મુદરડા, તા.મહેસાણા) કુરૈશી અલ્હાઝ ઉર્ફે ગુબ્બી યાસીનભાઈ (રહે. મંડાલી, તા મહેસાણા), પઠાણ શરીફખાન ઉર્ફે બાવો બિસ્મીલાખાન (રહે.મંડાલી, તા.મહેસાણા), ઠાકોર વિષ્ણુજી રમણજી (રહે. હરસુંડલ તા.જોટાણા), પઠાણ શાહરૂખખાન હુસેનખાન (રહે. જાકાસણા તા.જોટાણા) (ચોરીનો સમાન ખરીદનાર)ની અટકાયત (LCB Mehsana arrested accused with stolen goods) કરવામાં આવી છે.
ટોળકીનો ગુનાહિત ઈતિહાસ આ ચોરની ટોળકી સામે અગાઉ પણ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં (Langhanj Police Station) 3 ગુના, મોઢેરા પોલીસ સ્ટેશનમાં (Modhera Police Station) 2 ગુના, સાંથલ પોલીસ સ્ટેશનમાં (SANTHAL POLICE STATION) 4 ગુના, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં (Mehsana Taluka Police Station) 2 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ટોળકીએ 2 મહિના પહેલા દિવાનપુરા ગામની સીમમાં આવેલી ONGC વેલ ઉપરથી એર કમ્પ્રેશન મશીન, ઈલેકટ્રીક મોટર પમ્પ અને ફાયટરિયા મશીનની ચોરી કરી હતી.
ચોર ટોળકી કેવી રીતે તસ્કરીને અંજામ આપતા હતા આ ચોર ટોળકી ભેગા મળી રાત્રિના અંધારાનો લાભ લેતા હતા. તેઓ જિલ્લાના જુદા જુદા ગામની સીમમાં આવેલા બોરના કેબલ વાયરની ચોરી કરી પીકપ ડાલામાં ભરી લાવી ભંગારની દુકાને વેચાણ આપતા હતા. તેમ જ ONGCના વેલ ઉપરથી એર કમ્પ્રેશન મશીન તથા ઈલેકટ્રિક મોટર પમ્પ સાથે તથા ફાયટરીયા મશીનની ચોરી કરી હતી. તથા આંગણવાડીમાં ચોરી તેમ જ અન્ય ચોરીઓ કરનાર રીઢા ચોર રહ્યા છે.
કબજે કરાયેલો મુદ્દામાલ પોલીસે આરોપી (LCB Mehsana) પાસેથી 94,900 રૂપિયાની કિંમતના કેબલ વાયર, 14,000 રૂપિયાની કિંમતના 7 નંગ મહારાણી માર્કોના તેલના ડબ્બા, 16,000 રૂપિયાની કિંમતના કમ્પ્રેશન મશીન, ઈલેકટ્રીક મોટર તથા ફાઈટર મશીન, 3,00,000 રૂપિયાની પીકઅપ ડાલુ, 25,000 રૂપિયાની કિંમતની મોટરસાયકલ, 25,500 રૂપિયાની કિંમતની 6 મોબાઇલ સહિત 4,75,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે (LCB Mehsana arrested accused with stolen goods) કર્યો હતો. આ અંગેની માહિતી મહેસાણાના નાયબ પોલીસ અધિક્ષક આર. આઈ. દેસાઈએ આપી હતી.