ભારતએ વિવિધતામાં એકતા અને સમન્વય ધરાવતો દેશ છે. ભારતમાં યોગની પ્રાચીન સંસ્કૃતિ ચાલી આવે છે. પરંતુ ભારત કરતા વિદેશમાં યોગને વધારે પ્રમાણમાં અપનાવવામાં આવે છે. વડાપ્રધાન અને યોગ ગુરુઓની પ્રેરણાથી શુક્રવારે દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. જેમાં મહેસાણા જિલ્લા લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લામાં કુલ 1481 યોગ કેન્દ્રો પર અંદાજે 5.50 લાખ લોકોએ યોગ કર્યા હતા.
મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ વિશ્વયોગ દિવસની ઉજવણીમાં ગુજરાત ઉદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે હાજરી આપી પોતે પણ યોગના પ્રયોગ કર્યા છે મહેસાણા જિલ્લા અને ગુજરાતનું ગૌરવ અને પોતાની યોગ સિદ્ધિથી દેશને વિશ્વની ફલક પર નામના અપાવનાર જિલ્લાના અંબાલા ગામની 19 વર્ષીય દીકરી પૂજા પટેલે યોગના અઘરા આસનો કરી લોકોને ચોંકાવ્યા હતા.