મહેસાણા: આઝાદીના અમૃત મહોત્સવ(Amrut Mahotsav of Independence) અંતર્ગત 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લા સસદ સભ્ય શારદાબેન પટેલના હસ્તે સરકારી જિલ્લા પુસ્તકાલય મહેસાણામાં(Government District Library Mehsana) રૂપિયા 1 કરોડના ખર્ચે નિર્મિત સ્માર્ટ લાયબ્રેરીનું લોકાર્પણ( Inauguration of Smart Library) કરાયું હતું. અત્રે ઉલ્લેખીય છેકે રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ(State Government Pilot Project) તરીકે રાજ્યના પાંચ જિલ્લાના સરકારી ગ્રંથાલયને સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત મહેસાણા સરકારી પુસ્તકાલય ખાતે અધતન સુવિધા વાળી સ્માર્ટ લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
5 જિલ્લા ગ્રંથાલયોને “સ્માર્ટ લાયબ્રેરી” તરીકે વિકસાવવાનો નિર્ણય - આ પ્રસંગે સંસદ સભ્ય શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના વાંચન-સાહિત્ય પ્રેમીઓ(Gujarat reading literature lovers), યુવાઓ, વિદ્યાર્થીઓને સમયાનુકુલ વાંચન-સંર્દભ સાહિત્ય સાથે ગ્રંથાલયોમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાના ઉદેશ્યથી રાજ્યના 5 જિલ્લા ગ્રંથાલયોને “સ્માર્ટ લાયબ્રેરી” તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો છે. જેમાં રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા અને જૂનાગઢના સરકારી જિલ્લા ગ્રંથાલયો પ્રત્યેક માટે રૂ. 1 કરોડ પ્રમાણે કુલ રૂ. 5 કરોડના ખર્ચે “સ્માર્ટ લાયબ્રેરી” તરીકેનો અદ્યતન ઓપ અપાઇ રહ્યો છે.
આ પણ વાંચો: International Book Day: જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ લાઇબ્રેરીમાં 200 વર્ષ જૂની ગોલ્ડ પ્લેટેડ ગ્રંથો છે, જાણો આ વિશેષ અહેવાલ
અભ્યાસ માટે વિવિધ સુવિધાઓ - સંસદ સભ્ય શારદાબહેન પટેલે ઉમેર્યું હતું કે રાજ્યના 5 ગ્રંથાલયોમાં વાંચન તેમજ અભ્યાસ માટે વિવિધ સુવિધાઓ ઉપલ્બધ બનાવાવમાં આવી છે. રાજ્યના સરકારી ગ્રંથાલયોને અદ્યતન સુવિધાસભર બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધા રૂપે રાજ્યના પાંચ જિલ્લા ગ્રંથાલયોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે આધુનિક સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. તેમ ઉમેર્યું હતું. તેમણે વધુમા જણાવ્યું હતુ કે જીવનમાં પુસ્તકો મહાન ૫રિવર્તન લાવે છે. પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: 125 વર્ષથી આ લાઈબ્રેરીમાં પ્રકાશ ફેલાવે છે આ બલ્બ, જાણો શું છે રહસ્ય
લાયબ્રેરીને સાચા વાંચવા લાયક પુસ્તકો આપવાની જાહેરાત કરી - અદ્યતન સુવિધાઓથી ઉપલબ્ધ સ્માર્ટ લાયબ્રેરીમાં સીસીટીવી કેમેરાની, વાઈ-ફાઈ નેટવર્કીગ ઓડિયો-વિઝ્યુઅલ સીસ્ટમ, રીફેશ્મેન્ટ જોન, અદ્યતન ફર્નીચર, બાળકોને રોચક સુંદર બાળવિભાગની સુવિધા જેવી અદ્યતન સુવિધાઓથી લાઈબ્રેરીને સજ્જ કરી સ્માર્ટ લાઈબ્રેરીનો ઓપ આપવામાં આવ્યો છે. નિયામકશ્રી ગ્રંથાલય, ગુ.રા.ગાંધીનગરના પ્રયત્નોથી આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. ગ્રંથાલયમાં 55 હજારથી વધુ પુસ્તકો હયાત છે જેમાં સંદર્ભગ્રંથો સ્પર્ધાત્મક પરિક્ષાનાં પુસ્તકો, સાહિત્યના પુસ્તકો, બાળકોના પુસ્તકો નો સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્રેઇલ વિભાગની પણ સુવિધા છે અને આઠ દેનિકપત્રો અને 28 જેટલા સામયિકો આવે છે. આ પ્રસંગે સંસદ સભ્યએ તેમજ મણીભાઇ પ્રજાપતિએ લાયબ્રેરીને સાચા વાંચવા લાયક પુસ્તકો આપવાની જાહેરાત કરી હતી.
વિધાર્થીઓ અને વાંચનપ્રેમીઓ મોટી સંખ્યામં ઉપસ્થિત રહ્યા હતા - આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત સાહિત્યના વિધ્વાન પ્રિ.ડો.મણીભાઈ આઈ પ્રજાપતિ અને મુખ્ય મહેમાન તરીકે ગ્રંથાલય ખાતાના નિયામક ડો.પંકજ કે.ગોસ્વામી, મદદનીશ ગ્રંથાલય નિયામક બી.એમ.દેસાઇ, ગ્રથપાલ સરકારી જિલ્લા પુસ્તકાલય એક.કે.ગોમેતી સહિત વિધાર્થીઓ અને વાંચનપ્રેમીઓ મોટી સંખ્યામં ઉપસ્થિત રહ્યા હતા.