ETV Bharat / state

ઊંઝામાં GSTને ચાર દિવસની તપાસ બાદ 144 કરોડનો ગોટાળો મળી આવ્યો

ઊંઝામાં ચાલી રહેલી GST વિભાગની ચાર દિવસની તપાસ બાદ 144 કરોડનો ગોટાળો મળી આવ્યો છે. જીરા કોમોડીટીમાં 144 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ઊંઝાના સુપ્રીમ પટેલની ધરપકડ કરવામાં આવી છે. GST વિભાગ દ્વારા સન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માલિકની ધરપકડ કરવામાં આવી છે. આ પેઢી દ્વારા અમદાવાદ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, વડનગર અને હિંમતનગરમાં બોગસ પેઢીઓ બતાવી રૂપિયા 9.60 કરોડની કરચોરી કરવામાં આવી હતી.

ઊંઝા તપાસ
ઊંઝા તપાસ
author img

By

Published : Dec 8, 2020, 6:53 PM IST

Updated : Dec 8, 2020, 7:08 PM IST

  • ઊંઝામાં ચાર દિવસથી ચાલી રહી હતી GST વિભાગની તપાસ
  • GST વિભાગને મળી આવ્યો 144 કરોડનો ગોટાળો
  • સન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માલિકની કરવામાં આવી ધરપકડ

મહેસાણા: છેલ્લા 4 દિવસથી ઊંઝામાં ચાલી રહેલી GST વિભાગની તપાસમાં ઉત્તર ગુજરાતના 6 શહેરોમાં બોગસ પેઢીઓ ઉભી કરી રૂપિયા 144.35 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આચરાયું હોવાનું શોધી કાઢી સોમવારે બોગસ વ્યવહારોમાં રૂપિયા 9.60 કરોડની કરચોરી કરનારા સન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માલિક સુપ્રીમ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તેને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.

જીરાની કોમોડિટીમાં બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું

તાજેતરમાં GST વિભાગને જીરાની કોમોડિટીમાં બોગસ પેઢીઓના નામે ઈ-વે બિલ જનરેટ કરી તેમજ ઈ-વે બિલમાં દર્શાવેલા વેપારીઓના બદલે અન્ય વેપારીઓ પાસેથી ખરીદી કરી અન્ય વેપારીઓને મોકલી GST નહીં ભરવાની મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી હતી. જેને પગલે છેલ્લા 4 દિવસથી ઊંઝા માર્કેટયાર્ડમાં ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વેપારી પેઢીઓમાં ગુજરાત GSTના 11 ડિવિઝનના એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ અને ફ્લાઇંગ સ્ક્વોડની સંયુક્ત ટીમના 40થી વધુ ઓફિસર્સ દ્વારા દરોડા કરાયા હતા. આ દરોડામાં સન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માલિક સુપ્રીમ જીતેન્દ્રભાઈ પટેલની પણ તપાસ કરાઇ હતી. સ્થળ તપાસમાં તેના ઘરેથી કેટલાંક ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. સાથે જ તેના મોબાઇલ ફોનમાંથી એક્સલની ફાઇલમાં કેટલીક પેઢીઓના GST નંબર તથા ઈ-વે બિલ પોર્ટલ ઉપરના આઇડી, પાસવર્ડ સાથે કેટલીક પેઢીઓના ટેલી એકાઉન્ટીંગ સોફ્ટવેરનો ડેટા મળી આવ્યો હતો.

જેના આધારે અમદાવાદ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, વડનગર અને હિંમતનગર સ્થિત પેઢીઓના સ્થળે તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તપાસમાં આ તમામ પેઢીઓ બોગસ હોવાનું ખુલ્યું હતું. GST રજીસ્ટ્રેશન પરથી બોગસ પેઢીઓના માલિકોને શોધી GST વિભાગે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, સુપ્રીમ પટેલે પુરાવાનો દૂરુપયોગ કરી બોગસ પેઢીઓ ઉભી કરી છે, પેઢીઓના દર્શાવેલા વ્યવહારો બાબતે તેઓ કશું જાણતા નથી તેમ જણાવી કોઇપણ પ્રકારનો તપાસમાં સહકાર આપ્યો નથી.

સુપ્રીમ પટેલે કર્યો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

GST વિભાગની તપાસ કામગીરીમાં સન ટ્રાન્સપોર્ટના માલિક સુપ્રીમ જીતેન્દ્રભાઇ પટેલ દ્વારા સહકાર આપવાને બદલે સતત ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરાતાં તેમજ તપાસ અંગેના પ્રશ્નોના ખોટા જવાબ આપતો હતો. આથી તપાસમાં મળી આવેલા પુરાવા અને નિવેદનોના આધારે સોમવારે જીએસટી વિભાગે સુપ્રિમ પટેલની ધરપકડ કરી હતી અને અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી અન્ય બોગસ પેઢીઓ પણ ઓપરેટ કરાયેલી હોવાની શક્યતા હોઇ વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

બોગસ પેઢીના ઈ-વે બિલ જનરેટ કર્યા

જીરા કોમોડિટીમાં ઈ-વે બિલ જનરેટ કરી બોગસ બિલિંગ કૌભાંડ દ્વારા સુપ્રીમ પટેલ દ્વારા માલ અન્ય વેપારીઓને મોકલી આપવાની ગુનાઈત પ્રવૃત્તિ કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે. આ ઉપરાંત, આ પેઢીઓના GST રિટર્ન્સ પણ ફાઇલ કરાયા નથી. અથવા તો ટર્નઓવર ન દર્શાવી વેરો ભરવામાં આવ્યો નથી. આવી રીતે કુલ રૂપિયા 144.35 કરોડના ઈ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા છે. આ વ્યવહારો ઉપરનો ટેક્ષ રૂપિયા 9.60 કરોડ થાય છે. જે ટેક્ષ સરકારી તિજોરીમાં ભરપાઇ કરાયો નથી.

Last Updated : Dec 8, 2020, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.