વિસનગર તાલુકા પંચાયત 14 કાંસા બેઠક પર સભ્યની બેઠક ખાલી પડી હતી. જેને પગલે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરતા ગત 29 ડિસેમ્બરના રોજ કુલ 3,278 જેટલા મતોનું મતદાન થયું હતું. જે બાદ 31 ડિસેમ્બરે વિસનગર તાલુકા સેવા સદન ખાતે વહેલી સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી.
બન્ને પક્ષના ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં નિયુક્ત ચૂંટણી અધિકારી તરીકે વિસનગર મામલતદારે મતગણતરી શરૂ કરાવી હતી. 4 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી. જેમાં કુલ 3,278 મતના ગણતરીના અંતે ભાજપના ઉમેદવારને 2,347 મત અને કોંગ્રેસના ઉમેદવારને માત્ર 861 મત મળ્યા હતા. આ ઉપરાંત નોટામાં પણ 40 લોકોના મત પડ્યા હતા. જેથી ભાજપના ઉમેદવાર પ્રહલાદ પટેલને ચૂંટણી અધિકારીએ નિયમ અનુસાર વિજય જાહેર કર્યા હતા.