- મહેસાણા 608 ગામમાં કોવિડ સેન્ટરો શરૂ કરાયા,
- કોવિડ સેન્ટરમાં કુલ 2919 બેડની વ્યવસ્થા
- મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને મહેસાણા જિલ્લામાં વેગ અપાયો
મહેસાણા: હાલમાં શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રયાસ કરતા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. જેમાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ્ય વિસ્તારના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક યોજી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં 608 કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા.
જીપલના 610 ગામડાઓ પૈકી 608 કોવિડ સેન્ટરો પર 2919 બેડની વ્યવસ્થા કરાઈ
મહેસાણા જિલ્લાના ગામડાઓમાં કોરોનાની સારવાર સરળ બને માટે જિલ્લા વિકાસ અધિકારી એ જિલ્લાના કુલ 610 ગામડાઓ વચ્ચે 608 કોવિડ કેર સેન્ટરો શરૂ કરાવ્યા છે. કોવિડ સેન્ટરમાં 2919 જેટલા બેડની વ્યવસ્થાઓ કરાવી છે જે માટે ગામડાઓના આગેવાનો અને સંસ્થાઓનો સહયોગ લેવામાં આવ્યો છે તો જિલ્લાના 7 રાલુક કક્ષાએ 300 બેડની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કડીમાં કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનેલું મેઘના કોવિડ સેન્ટર ષડ્યંત્રથી કરાયું બંધ
નીચે મુજબના કોષ્ટક પ્રમાણે વ્યવસ્થા કરાઈ છે
તાલુકો | ગ્રા.પં. | સેન્ટર | કુલ બેડ | દર્દી |
મહેસાણા | 110 | 111 | 416 | 32 |
કડી | 110 | 110 | 311 | 08 |
વિજાપૂર | 74 | 74 | 404 | 23 |
વિસનગર | 66 | 66 | 269 | 14 |
ખેરાલુ | 44 | 44 | 258 | 00 |
વડનગર | 43 | 43 | 331 | 24 |
સતલાસણા | 39 | 36 | 156 | 00 |
ઊંઝા | 35 | 35 | 232 | 01 |
બહુચરાજી | 53 | 53 | 290 | 06 |
જોટાણા | 36 | 36 | 252 | 00 |
કુલ | 610 | 608 | 2919 | 108 |