મહેસાણા: ગુજરાત સરકાર દ્વારા હટીલી બીમારી કહી શકાય એવા કિડનીની તકલીફ માટે વારંવાર ડાયાલિસીસ માટે અધધ ખર્ચ કરતા દર્દીઓને રાહત આપવા ગુજરાત ડાયાલિસીસ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. જે આજે દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે.
મહત્વનું છે કે, કિડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે રક્તનો બદલાવ કરવો જરૂરી હોય છે, ત્યારે આવા દર્દીઓ માટે ખાનગી કે પ્રાઇવેટ ક્ષેત્રે ડાયાલિસીસ કરાવવું ખર્ચાળ બની જાય છે. જો કે, કડીની આ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ હવે નિઃશુલ્ક ડાયાલિસીસ કરાવી સારવાર લઈ રહ્યા છે. સાથે જ દર્દીઓને માં અમૃતમ યોજનાનો લાભ પણ મળી રહ્યો છે. દર્દીઓને હોસ્પિટલ આવવા જવા સહિત ભાડાના ખર્ચ પેટે આર્થિક સહાય માટે રોકડ રકમ પણ ચૂકવવામાં આવે છે.