મહેસાણા: જિલ્લામાં પ્રાકૃતિક વાતાવરણ હંમેશા ખીલેલું હોય છે, જેને લઈને મોર અને ઢેલ સહિતના (Four peacocks Found in Mehsana) પક્ષીઓ ગામડાઓની સીમમાં હરતા ફરતા રહેતા હોય છે. કડી તાલુકાના કુંડાળ ગામે રમેશ રાવળ નામના ખેડૂત વહેલી સવારે પોતાના ખેતરમાં ગયા હતા. જ્યાં તેમને પોતાના ખેતરમાં ચાર મોર અને ઢેલ રાષ્ટ્રીય પક્ષીઓ શંકાસ્પદ બીમાર હાલતમાં જોવા મળતા તેઓ તુરંત તેમને પોતાના વાહનમાં લઈ કડી પશુ દવાખાને લઈ ગયા હતા. જ્યાં હજાર ચિકિત્સકે આ પક્ષીઓને પ્રાથમિક સારવાર આપી તેમની સ્થિતિ વધુ ગંભીર હોવાથી અમદાવાદ ખાતે વધુ સારવાર માટે મોકલી આપ્યા હતા.
પક્ષીઓએ કોઈ ઝેરી પદાર્થ આરોગ્યો હોવાથી તેમની સ્થિતિ ગંભીર બની
ચારેય બીમાર પક્ષીઓની પ્રાથમિક સારવાર કરતા કડી પશુ ચિકિત્સકે દ્વારા આ પક્ષીઓએ કોઈ ઝેરી પદાર્થ આરોગ્યો હોવાથી તેમની સ્થિતિ ગંભીર બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. હાલમાં આ પક્ષીઓને અમદાવાદ ખાતે પશુ દવાખાને વધુ સારવાર આપવામાં આવી રહી છે. તો સ્થાનિક વન વિભાગ અને પશુપાલન વિભાગને સમગ્ર મામલે જાણ કરી કાર્યવાહી આરંભવામાં આવી છે.
આ પણ વાંચો: Isudan Gadhvi on BJP: ભાજપ મારી 5 પોલિસી અમલમાં મૂકશે તો હું રાજનીતિ છોડી દઈશઃ AAP નેતા ઈસુદાન ગઢવી
આ પણ વાંચો: Case of Fetal Test in Rajkot : રાજકોટમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોની ધરપકડ