ETV Bharat / state

Food and Drugs Department raids: ઊંઝામાં ડુપ્લીકેટ જીરુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ - ઊંઝામાં ડુપ્લીકેટ જીરુ બનાવતી ફેકટરી

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે(Food and Drugs Department raids ) મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલી એક ફેક્ટરીમાં દરોડા પાડીને બનાવટી જીરૂ બનાવી રહેલા એક ફેક્ટરી (Duplicate cumin factory in Unjha )સંચાલકને પકડી પાડયો છે.આ સ્થળેથી બનાવટી જીરુ અને(Factory producing duplicate cumin ) તે બનાવવા માટે વપરાતા તમામ કાચા પદાર્થો (રો-મટીરીયલ)ના કુલ-4 નમુનાઓ લઈ અને જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.

Food and Drugs Department raids: ઊંઝામાં ડુપ્લીકેટ જીરુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

author img

By

Published : Dec 10, 2021, 9:11 PM IST

  • મહેસાણામાં ડુપ્લીકેટ જીરુ બનાવતી ફેકટરી ઝડપાઈ
  • ફેકટરીમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડા
  • ગંગાપુર રોડ પર આવેલી ક્લીનીંગ ફેક્ટરીમાં આકસ્મિક તપાસ

મહેસાણા : ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે(Food and Drugs Department raids ) મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલી એક ફેક્ટરીમાં દરોડા (Duplicate cumin factory in Unjha )પાડીને બનાવટી જીરૂ બનાવી રહેલા એક ફેક્ટરી (Factory producing duplicate cumin )સંચાલકને પકડી પાડયો છે. વરીયાળીનું ભૂસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવી રહ્યા હોવાનુ ધ્યાને આવતા તંત્રએ સ્થળ પરથી રૂ.84,800ની કિંમતનો 3200 કિલોનો જથ્થો જપ્ત કરી બનાવટી જીરુ બનાવવા માટે વપરાતા રો-મટીરીયલના નમુનાઓ જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે બનતું હતું ડુપ્લીકેટ જીરું

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુખ્ય કચેરી તથા મહેસાણા કચેરીના અધિકારીઓ દ્વારા મહેસાણા જીલ્લાના ઊંઝા ખાતે ગંગાપુર રોડ પર આવેલી ક્લીનીંગ ફેક્ટરીમાં (Cleaning factory on Gangapur road )આકસ્મિક તપાસ હાથ ધરતા બનાવટી જીરુ બનાવવાની કામગીરી ચાલુ હોવાનુ બહાર આવ્યું હતું. દરોડા પાડીને ટીમે સ્થળ પરથી ઊંઝાના પટેલ બિનેશકુમાર રમેશભાઈને આ બનાવટી જીરુ બનાવવાની કામગીરી કરતા પકડ્યા હતા. તપાસ દરમિયાન આ વ્યક્તિ વરીયાળીનું ભૂસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવી રહ્યા હોવાનુ ધ્યાને આવ્યું હતું.

આ સ્થળેથી બનાવટી જીરુ કાચા પદાર્થોના નમુના લેવાયા

આ સ્થળેથી બનાવટી જીરુ અને તે બનાવવા માટે વપરાતા તમામ કાચા પદાર્થો (રો-મટીરીયલ)ના કુલ-4 નમુનાઓ લઈ અને જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે સ્થળ પરથી રૂ.84,800ની કિંમતનો 3,200કિલોનો જથ્થો જપ્ત કરીને ગોળની રસીનો આશરે 200 લીટરનો જથ્થો પેરીસેબલ હોવાથી આ જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ.જી કોશિયાએ જણાવ્યું છે. આ દરોડાથી ખાદ્ય ચીજમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad Flower Show 2022:સાબરમતી રિવરફ્રન્ટ આયોજીત ફલાવર શો 2022ને મંજૂરી

આ પણ વાંચોઃ Suomoto on Sabarmati: જો ઔદ્યોગિક એકમો નોમ્સ મુજબ ન વર્તે તો તેમની સામે કાર્યવાહી કરે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.