ETV Bharat / state

ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ચોમાસુ વાવણી માટે તૈયાર

ચોમાસુ વાવણીના પ્રથમ સપ્તાહમાં ઉત્તર ગુજરાતના 47 પૈકી 29 તાલુકામાં વાવણી શરૂ થઇ ગઈ છે. જ્યારે 18 તાલુકામાં વાવણી હજુ બાકી છે. જેમાં મહેસાણા અને અરવલ્લી જિલ્લાના તાલુકામાં વાવણી શરૂ થઇ ગઇ છે. જ્યારે પાટણ જિલ્લાના 9 પૈકી 5 તાલુકા, બનાસકાંઠા જિલ્લાના 14 પૈકી 11 તાલુકા અને સાબરકાંઠા જિલ્લાના 8 પૈકી 2 તાલુકામાં હજુ વાવણીની શરૂઆત થઇ નથી.

ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ચોમાસુ વાવણી માટે તૈયાર
ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ચોમાસુ વાવણી માટે તૈયાર
author img

By

Published : Jun 10, 2021, 10:18 AM IST

  • 15.88 લાખ હેકટરમાં વાવેતર થવાની આશા
  • ઉત્તર ગુજરાતમાં પ્રથમ સપ્તાહમાં 5,566 હેક્ટરમાં વાવણી
  • કપાસ, મગફળી, ઘાસાચારા અને તુવેરની વાવણી સાથે ચોમાસુ વાવણી શરૂ

મહેસાણા: ઉત્તર ગુજરાતમાં ઉનાળા બાદ હવે ચોમાસુ સિઝનની વાવણી માટે ખેડૂતો તૈયાર છે તો કેટલાક ખેડૂતોએ કમૌસમી વરસાદ અને પાણીની સુવિધા જોતા વહેલા વાવણીની શરૂઆત કરી છે. જેમાં ઉત્તરગુજરાત વિસ્તારના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ મળી કુલ 5 જિલ્લામાં 15.88 લાખ હેકટરમાં ચોમાસુ વાવેતરની આશા સામે હાલમાં 5,566 હેક્ટરથી વધુ જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચૂક્યુ છે. જેમાં હાલમાં પાક પ્રમાણે થયેલી વાવણીની સ્થિતિ જોઇએ તો 3,604 હેક્ટરમાં કપાસનું, 1,018 હેક્ટરમાં ઘાસચારાનું, 584 હેક્ટરમાં મગફળીનું, 348 હેક્ટરમાં શાકભાજીનું અને 12 હેક્ટરમાં તુવેરની વાવણી થઇ ચૂકી છે.

આ પણ વાંચો: ગોંડલના 25થી વધુ ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ

ઉત્તર ગુજરાતના 47 પૈકી 29 તાલુકામાં વાવણી શરૂ થઇ

ચોમાસુ વાવણીના પ્રથમ સપ્તાહમાં ઉત્તર ગુજરાતના 47 પૈકી 29 તાલુકામાં વાવણી શરૂ થઇ ગઈ છે. જ્યારે 18 તાલુકામાં વાવણી હજુ બાકી છે. જેમાં મહેસાણા અને અરવલ્લી જિલ્લાના તાલુકામાં વાવણી શરૂ થઇ ગઇ છે. જ્યારે પાટણ જિલ્લાના 9 પૈકી 5 તાલુકા, બનાસકાંઠા જિલ્લાના 14 પૈકી 11 તાલુકા અને સાબરકાંઠા જિલ્લાના 8 પૈકી 2 તાલુકામાં હજુ વાવણીની શરૂઆત થઇ નથી. ઉત્તર ગુજરાતમાં ચોમાસુ સિઝનમાં 17 પ્રકારના પાકોની વાવણી થશે. પ્રથમ સપ્તાહમાં 5 પ્રકારના પાકોની વાવણી થઇ છે. વરસાદનું પ્રમાણ વધશે તેમ તેમ પાકોની વાણી પણ વધશે. સિઝનના અંતે ધાન્ય પાકોમાં ડાંગર, બાજરી, જુવાર અને મકાઇ, કઠોળ પાકોમાં તુવેર, મગ, મઠ અને અડદ, તેલીબીયાં પાકોમાં મગફળી, તલ, દિવેલા અને સોયાબીન, રોકાડીયા પાકોમાં કપાસ, તમાકુ અને ગુવાર તેમજ શાકભાજી અને ઘાસાચારાનું વાવેતર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.