- મહેસાણાના 15 રસીકરણ સેન્ટર પર લાગી લાઈનો
- યુવાઓમાં રસી લેવા બાબતે ભારે ઉત્સાહ
- 3000થી વધુ લોકોએ કરાવ્યું રસી માટે રજીસ્ટ્રેશન
મહેસાણા: જિલ્લામાં કોરોનાની બીજી લહેર વચ્ચે રાજ્ય સરકારે આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસે જિલ્લાના 18 વર્ષ થી વધુ વયના લોકો માટે રસીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી. આજે જિલ્લામાં કુલ 15 સેન્ટરો પર 3000 લાભાર્થીઓએ રસી માટે રજિસ્ટ્રેશન કરાવી રસી મુકાવી છે.
આ પણ વાંચો : રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા
યુવાઓમાં રસી માટે ઉત્સાહ
સરકાર દ્વારા ભારતમાં કોરોના રસીકરણ મામલે વિશ્વનું સૌથી ઝડપી રસીકરણ અભિયાયન હાથ ધરવામાં આવ્યું છે. દેશના મોટાભાગના 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો રસીના બે ડોઝ લઈ કોરોનાથી સુરક્ષિત બન્યા છે. હવે 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણની પ્રક્રિયા શરૂ થતા જિલ્લાના તમામ 15 રસીકરણ કેન્દ્રો પર પહેલે થી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થતા પ્રત્યેક કેન્દ્ર પર 200 ની સઁખ્યામાં લાભાર્થી યુવાઓને રસી આપવામાં આવી છે. આજે રસી લેતા યુવાઓ સરકારના આ રસીકરણ અભિયાન થી ખુશ હોઈ ઉત્સાહભેર રસી લેવા આવી રહ્યા છે.