- મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેનની 15 જાન્યુઆરી ચૂંટણી જાહેર
- ચૂંટણી અધિકારી તરીકે વિસનગર પ્રાન્ત અધિકારીની નિયુક્તિ કરાઈ
- દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં 18 મતો ચેરમેન અને વાઈસ ચેરમેન નક્કી કરશે
મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેનની 15 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે
મહેસાણાઃ મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચૂંટાયેલા 15 સભ્યો, 1 રજિસ્ટ્રાર, 1 ફેડરેશન, 1 NDDB, 1 ડેરીના એમડી અને 1 મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક મળી કુલ 20 મત જોડાયેલા છે. જોકે, ડેરીએ કોઈ ધિરાણ ન લીધું હોવાથી બે પ્રતિનિધિની નિયુક્તિ કરવામાં આવી નથી. એટલે 18 મતના આધારે આગામી 15 જાન્યુઆરીએ દૂધ સાગર ડેરી મંડળની બેઠક મળશે અને ચૂંટણી અધિકારીની હાજરીમાં તમામ 18 મતો મેળવી ચેરમેન અને વાઇસ ચેરમેનના સરતાજ વિજેતા સભ્યોના શિરે શોભાવાશે.
મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેનની 15 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે ચેરમેન માટે અશોક ચૌધરીની પસંદગી પર લોકોની મીટ મંડાણી.! વાઈસ ચેરમેન માટે કોઈ નામ નક્કી નહીં! મહેસાણા દૂધ સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં અશોક ચૌધરી કે જેઓ જિલ્લા ભાજપમાં પહેલા મહામંત્રી રહી ચૂક્યા છે અને તાજેતરમાં ડેરીના સભ્યોની ચૂંટણીમાં પોતાની આગવી ભૂમિકા નિભાવી પોતાની પેનલના 13 ઉમેદવારોને વિજેતા બનાવી બહુમતી મેળવી છે, જેને જોતા લોકોમાં અશોક ચૌધરી ડેરીના ચેરમેનનું તાજ પહેરશે તેવી મીટ મંડાઈ છે તો ચેરમેન બાદ વાઇસ ચેરમેનનું પદભાર કોમ શિરે તે માટે કોઈ નામ હજુ સામે આવ્યું નથી જેને લઈ પણ લોકોમાં તાતપર્ય જોવા મળ્યું છે.