- પરિપત્ર મળતા તમામ વૃદ્ધોનું રસીકરણ કરાયું
- 12 જેટલા વૃદ્ધોના રસીના બન્ને ડોઝ પુરા કરવામાં આવ્યા
- વડનગર વૃદ્ધાશ્રમમાં રસીની કામગીરી પૂર્ણ કરાઈ
મહેસાણા : કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારીને લઈ સમગ્ર દેશમાં હાહાકાર મચેલો છે. ત્યારે હાલમાં વેક્સિન એ જ સુરક્ષા કવચ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે સરકારે વૃદ્ધાશ્રમોમાંં રહેતા વૃદ્ધને સુરક્ષિત કરવા વૃદ્ધાશ્રમોમાં રસીકરણની કામગીરી શરૂ કરવા આયોજન કર્યું છે.
કોરોના સામેના રક્ષણ માટે વેક્સિનના બન્ને ડોઝ પુરા પાડી વેક્સીનેટ કરવામાં આવ્યા
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર વિસામો વૃદ્ધાશ્રમ ટ્રસ્ટમાં અગાઉ મળેલા પરિપત્ર મુજબ તમામ વૃદ્ધોને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. વડનગરના આ વૃદ્ધાશ્રમમાં અંદાજે 12 જેટલા વૃદ્ધો અત્યારે રહે છે. જેઓને કોરોના સામેના રક્ષણ માટે વેક્સિનના બન્ને ડોઝ પુરા પાડી વેક્સીનેટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ખંભાળિયામાં વૃદ્ધોને કોરોના રસી આપવામાં આવી
અન્યવૃદ્ધાશ્રમોની જેમ અહીં વૃદ્ધ લોકોને સ્વજનની જેમ રાખવામાં આવેમહેસાણા જિલ્લામાં અનેક એવા વૃદ્ધાશ્રમ આવેલા છે. ત્યારે જો વડનગર વૃવૃદ્ધાશ્રમની વાત કરીએ તો અન્યવૃદ્ધાશ્રમોની જેમ અહીં વૃદ્ધ લોકોને સ્વજનની જેમ રાખવામાં આવે છે. ત્યારે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી સમયે પણ અહીં વૃદ્ધોને સલામત રાખવા માટેના તમામ પ્રયાસ કરતા વેક્સિનેશ, સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સ, સહિતની ગાઈડ લાઈનનું પાલન કરી વૃદ્ધોને સાચવાવમાં આવી રહ્યા છે.આ પણ વાંચો : અમદાવાદમાં વૃદ્ધાશ્રમના 10 વૃદ્ધોએ કોરોનાની રસી લીધી