મહેસાણા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ નવરાત્રિ (Navratri Festival) નિમિત્તે માણસા (amit shah darshan at mansa) આવી પહોંચ્યા હતા. અહીં તેમણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા જાળવી માતાજીની આરતી ઉતારી હતી. અહીં સહપરિવાર આવેલા કેન્દ્રિય ગૃહપ્રધાને માતાજીને ચુંદડી ચડાવી દર્શન કર્યા હતા. તો અહીં માણસા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી નવરાત્રિના (Navratri Festival) મહાપર્વ નિમિત્તે કેન્દ્રિય ગૃહપ્રધાન માણસા (amit shah darshan at mansa) પહોંચ્યા હતા. દર વર્ષે તેઓ નવરાત્રિના બીજા દિવસે માણસા આવીને માતાજીની આરતી ઉતારે છે. ત્યારે અહીં તેમણે માતાજીની માંડવી અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. તેમણે અહીં સામાન્ય ભક્તની જેમ જ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સમૌ શહીદ સ્મારકનું ભૂમિપૂજન કરાયું કેન્દ્રિય ગૃહપ્રધાને માણસા મુલાકાત (amit shah darshan at mansa) દરમિયાન વર્ષ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે સમૌ ગામમાં વિદેશી શાસને 12 યુવાનોને ફાંસીની સજા આપી હતી. તે તમામ વીરોના બલિદાનને યાદ કરતા આજે ‘સમૌ’ શહીદ સ્મારકનું ભૂમિપૂજન કર્યું હતું.
આવા સ્મારકો તીર્થસ્થળથી ઓછા નથી અહીં તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં બની રહેલા આવા સ્મારકો કોઈ તીર્થસ્થળથી ઓછા નથી. આ સાથે જ તેમણે ગામના કેમ્પસમાં એક પુસ્તકાલયનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ ઉપરાંત કેન્દ્રિય ગૃહપ્રધાને માણસા તાલુકાના (amit shah darshan at mansa) ચરાડા ગામની પણ મુલાકાત લીધી હતી અને નવરાત્રિ (Navratri Festival) પર્વનો આનંદ માણ્યો હતો.