મહેસાણાઃ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યાં જન આરોગ્યની જાળવણી માટે સરકારની જવાબદારી વધી જતી હોય છે. તેવામાં મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોથી સગર્ભા અને ધાત્રી મહિલાને સુરક્ષિત રાખવા 26800 જેટલી મચ્છરદાનીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
મહેસાણામાં નિઃશુલ્ક મચ્છરદાનીનું કરાયું વિતરણ મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં વાહક રોગોને અટકાવવા તેમજ મચ્છરો અને બેક્ટેરિયાનો ઉપદ્રવ અટકાવવા ખાસ પ્રકારે પ્રયાસ કરવામાં આવતા હોય છે તેવામાં સરકારની ગાઈડ લાઇન પ્રમાણે જિલ્લાની સગર્ભા અને ધાત્રી મહિલાઓને આરોગ્ય સંદર્ભે સુરક્ષિત રાખી તેમના સંતાનોના આરોગ્ય વર્ધક વિકાસ માટે પણ તકેદારી રાખવામાં આવતી હોય છે, ત્યારે તાજેતરમાં ચોમાસાની સિઝનને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 26,800 મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સગર્ભા માતા, ધાત્રી માતા અને તેમના બાળકો સાથેની મચ્છરદાની કીટ આપવામાં આવી છે. તો જિલ્લાના સંભવિત મેલેરિયા અને ડેન્ગ્યુનો જોખમ ધરાવતા 6 ગામોમાં સંપૂર્ણ ગામને સુરક્ષિત રાખવા તમામ લોકોને નિઃશુલ્ક મચ્છરદાની આપવામાં આવી છે.મહેસાણામાં નિઃશુલ્ક મચ્છરદાનીનું કરાયું વિતરણ સરકાર દ્વારા દર ચોમાસાની મૌસમમાં સગર્ભા માતાઓ અને નાગરિકોની ચિંતા કરી નિઃશુલ્ક મચ્છરદાનીનું વિતરણ કરાતા લાભાર્થી સગર્ભા મહિલાઓએ આભાર વ્યક્ત કર્યો છે.