ETV Bharat / state

યુવતીને ટક્કર મારી કાર બે રીક્ષાને અથડાઈ, પબ્લિકે કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો - Mehsana Accident News

મહેસાણા શહેરની રાધનપુર ચોકડી નજીક એક બેકાબુ કાર ફુટપાથ પર બેઠેલી યુવતીને ટક્કર મારી હતી, ત્યાર બાદ કાર ત્યાં ઉભી ન રહેતાં ડિવાઇડર કુદીને બે રિક્ષાઓને ટકરાઇ હતી. આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે

યુવતીને ટક્કર મારી કાર બે રીક્ષાને અથડાઈ, પબ્લિકે કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો
યુવતીને ટક્કર મારી કાર બે રીક્ષાને અથડાઈ, પબ્લિકે કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યોયુવતીને ટક્કર મારી કાર બે રીક્ષાને અથડાઈ, પબ્લિકે કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો
author img

By

Published : Dec 18, 2020, 10:02 AM IST

  • યુવતીને ટક્કર મારી કાર બે રીક્ષાને અથડાઈ, પબ્લિકે કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો
  • અકસ્માતમાં યુવતીને ગંભીર ઇજાઓ
  • યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં રીફર કરાઇ

મહેસાણાઃ શહેરની રાધનપુર ચોકડી નજીક બુધવારની રાત્રે એક બેકાબુ કાર ફૂટપાથ પર બેઠેલી યુવતીને ટક્કર મારી હતી, ત્યાર બાદ કાર ત્યાં ઉભી ન રહેતાં ડિવાઇડર કુદીને બે રિક્ષાઓને ટકરાઇ હતી. આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતાં પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ત્યાર બાદ વધુ સારવારની જરૂરીયાત ઉભી થતાં ખાનગી હોસ્પિટલમાં રીફર કરાઇ હતી.

રાધનપુર ચોકડી પાસે સર્જાયો અકસ્માત

રાધનપુર ચોકડી પર રાત્રે મીનાબેન મહેશકુમાર બુધવારના રોજ રાધનપુર ચોકડી પરના ફુટપાથ પર શિંગોડા વેચી રહી હતી. આ દરમિયાન રાત્રે સાડા સાત કલાકે જનપથ હોટલ તરફથી સર્વિસ રોડ પર બેકાબુ કાર ચાલકે કારને ફુટપાથ પર ચડાવી દીધી હતી. કારની ટક્કરે ફુટપાથ પર બેઠેલા મીનાબેન ઉછળીને રોડ પર પટકાયા હતા. કાર ત્યાં ઉભી ન રહેતાં ડિવાઇડર કુદીને રાધનપુર ચોકડીથી પાંચોટ તરફ જતાં રોડ પરની રિક્ષા અને બીજી રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાને ઇજાઓ પહોંચી હતી. તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવારની જરૂરિયાત હોવાથી ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. મહેસાણા B ડિવિઝન પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.