મહેસાણાના કડી શહેરના ભાઉપુરા વિસ્તારમાં ગાંધીચોક પોલીસ ચોકીની નજીક એક ગલીમાં બે બુટલેગરો વચ્ચે તકરાર સર્જાય હતો, અને બેફામ અભદ્ર શબ્દોનો ઉલ્લેખ પણ થાય છે, તો ધોળે દિવસે કડીના પ્રખ્યાત બુટલેગરો ખાખીની મહેરબાની હેઠળ ઇકો કારમાંથી અન્ય એક કારમાં દારૂનો જથ્થો ફેરબદલ કરી રહ્યા છે.
આ તમામ ઘટના વચ્ચે વિસ્તારમાં રહેતા લોકો હથિયાર ધારી એવા માથાભારે બુટલગરોની અનૈતિક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠવવા માટે લાચારી અનુભવી રહ્યા છે. તો સમાજ પર જાહેરમાં દારૂની ખરાબ અસર પડી રહી છે.
ત્યારે ઇટીવી ભારતે આ સમગ્ર ઘટનનાનો જોખમ સાથે વિડીયો આપ સુધી પહોંચાડી પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે, પરંતુ આ દ્રશ્યો અને અહેવાલ બાદ મહેસાણા જિલ્લા પોલીસ વડાની આંખ પરથી પડદો ઉઠશે કે કેમ..? કે પછી કડી પોલીસની રહેમ રાહે ફુલેલો ફાલેલો નશાનો વેપાર આમજ ધસમસતો રહેશે તે તો હવે જોવું જ રહયુ...!