ETV Bharat / state

મહેસાણાઃ બાબારી રેલવેગૃપનું નિરંતર સેવા મહાઅભિયાન, 50 હજાર લોકોને ભોજનનું વિતરણ - કોરોના વાઇરસના સંક્રમણને કારણે લોકડાઉન શરૂ

કોરોના વાઇરસના સંક્રમણને કારણે લોકડાઉન શરૂ થયું છેે, ત્યારથી મહેસાણાના "બાબારી રેલવે ગૃપ "દ્વારા નિ:સહાય અને જરૂરીયાતમંદ લોકોને ભોજન વિતરણનું કાર્ય આજ દિન સુધી સતત ચાલી રહ્યું છે.

Babari Railway Group continuous distribution of food service campaign in mahesana
મહેસાણાઃ બાબારી રેલવેગૃપનું નિરંતર સેવા મહાઅભિયાન, 50 હજાર લોકોને ભોજનનું વિતરણ
author img

By

Published : Apr 29, 2020, 7:28 PM IST

કોરોના વાઇરસના સંક્રમણને કારણે લોકડાઉન શરૂ થયું છેે, ત્યારથી મહેસાણાના "બાબારી રેલવે ગૃપ "દ્વારા નિ:સહાય અને જરૂરીયાતમંદ લોકોને ભોજન વિતરણનું કાર્ય આજ દિન સુધી સતત ચાલી રહ્યું છે. આ ગૃપના સચિવ અને મુખ્ય ટિકિટ નિરીક્ષક બળવંતસિંહ રાઠોડ કહે છે કે, મહેસાણા રેલવે સ્ટેશનના અધિકારીઓ, સુપરવાઇઝર અને કર્મચારીઓ તેમજ શહેરના કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકો આ સેવા અભિયાનમાં ગૃપને મદદ કરી રહ્યાં છે. આ ગૃપ દ્વારા ભોજનનું વિતરણ 23 માર્ચથી શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ સંસ્થાએ 50 હજારથી વધુ લોકોને ભોજનનું વિતરણ કર્યું છે.

Babari Railway Group continuous distribution of food service campaign in mahesana
મહેસાણાઃ બાબારી રેલવેગૃપનું નિરંતર સેવા મહાઅભિયાન, 50 હજાર લોકોને ભોજનનું વિતરણ
દિવસ દરમિયાન બાબારી ગૃપના સભ્યો તેમના પોતાના રસોડામાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરે છે, ત્યારબાદ તેઓએ લોકોને ભોજન વિતરણ કરવા માટે બહાર આવતા જાય છે. આ સભ્યો નાની જીઆઈડીસી અને મોટેરા સર્કલ, મહેસાણા નજીક, મોટી જીઆઈડીસી, ગણેશ ફેક્ટરી, શિવકાંટા, જોગણી માતા ઝૂંપડપટ્ટી, હાઉસિંગ બોર્ડ અને ડેરીની બાજુમાં આવેલા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કરે છે. આ શરૂઆત એક હજાર લોકોના ભોજન વિતરણથી કરી હતી. જે સમયની માંગ પ્રમાણે અત્યારે 1800 થઈ ગઈ છે.

આ ગૃપના ભોજનની વિશેષતા એ છે કે, તેઓ સ્વચ્છ વાતાવરણમાં માસ્ક અને ગ્લોઝ પહેરીને તૈયાર કરે છે. દૈનિક ભોજનની વાનગીમાં પણ ફેરફાર કરે છે. પુરીશાક, છોલેપુરી, દાળ ભાત, કઢી-ખિચડી, વેજ પુલાવ, શાક-રોટલી, પૌવા જેવી વેરાયટીનો સમાવેશ થાય છે. ગ્રૃપના બધા સભ્યો સામાજિક અંતર અને કોરોના સંક્રમણથી લોકોને જાગૃત પણ કરે છે. જેની સાથે સાથેે લાઉડ સ્પીકર્સવાળી ઓટો રિક્ષાની પણ વ્યવસ્થા પણ કરી છે. જેથી લોકજાગૃતિમાં મદદ મળે છે.

મંડળના રેલવે મેનેજર દિપકકુમાર ઝા કહે છે કે, આ લોકો ખરેખર સાચા કોરોના યોદ્ધા છે, જેમાં ગ્રૃપના 20 સદસ્યો છે, તે તમામ રેલવે પરિવારના છે. આ કાર્ય માનવતાની સાચી અને નિસ્વાર્થ સેવાની ભાવના દર્શાવે છે. નમ્રતાથી સરકારી સહાયને પણ નકારી દીધી છે. આ ગૃપનું લક્ષ્ય છે કે, સેવાનું આ અભિયાન લોકડાઉન પૂર્ણ થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.