મહેસાણા અમદાવાદ હાઇવે પર શકુંજ વોટરપાર્ક નજીક એક ખાનગી હોટેલ પર જમવા આવેલ કેટલાક શખ્સોએ પૈસા આપવા બાબતે રકઝક કરી હોટલ માલિક સાથે તકરાર સર્જી હતી. જેમાં સામાન્ય તકરાર કરી નજીકના બોરીયાવી ગામેથી મોટી સંખ્યામાં લોકોનું ટોળું હથીયારો સાથે હોટલ પર ધસી આવ્યું હતું અને હોટેલ માલિક અને તેના પુત્રને મારમારી હોટલમાં તોડફોડ કરી કેશ કાઉન્ટરમાંથી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાને પગલે હોટલમાં હાજર ગ્રાહકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. જ્યારે હોટેલ માલિક સાથે થયેલી આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
આ ઘટનામા ફુટેજની તપાસ કરતા તેમાં સ્પષ્ટપણે બોરીયાવી ગામના અસામાજિક તત્વો એવા દિલીપ ચૌધરી, પિયુષ ચૌધરી અને કિરણ ચૌધરી સહિતનાઓએ હુમલો કરી કેશ લૂંટવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી.
એક તરફ ગુજરાત સરકાર કાયદો અને વ્યવસ્થાથી રાજ્યમાં શાંતિ અને સલામતીના દાવા કરી રહી છે, ત્યાં જમવાના પૈસા આપવા જેવી નજીવી બાબતે એક હોટેલ માલિક અને તેના પિતાને મારામારી લૂંટ ચલાવવાની ઘટનાએ મહેસાણા પોલીસની આબરૂના લીરે લીરા ઉડાડી દીધા છે, ત્યારે ફરિયાદી હોટેલ માલિકે હુમલો કરનાર શખ્સો સામે સોનાની કંઠી, સોનાની લકી અને રોકડ 1.85 લાખના મુદ્દામાલની સહીતની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ લાંગણ જ પોલીસ મથકે નોંધાવી છે.