- લાલજીપુરા ગામ પાસેથી નવજાત બાળક મળી આવ્યું
- કચરાના ઢગલામાંથી મળી આવ્યું નવજાત બાળક
- ત્યજેલી હાલતમાં બાળક મળતા હડકંપ મચ્યો
મહેસાણાઃ તાલુકાના લાલજીપૂરા ગામ પાસેથી નવજાત બાળક મળી આવ્યું છે. જેથી લોકોમાં કુતુહલ સર્જાયું છે. લાલજીપૂરા ગામે કચરાના ઢગલામાંથી કોમળ ફૂલ જેવું નવજાત બાળક મળી આવતા સ્થાનિકોએ પોલીસ અને 108નો સંપર્ક કર્યો હતો. જેને પગલે પોલીસે સ્થળ પર પહોંચી બાળકનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પોલીસે નવજાત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યું હતું.
નવજાતને ત્યજી દેનારા અજાણ્યા માતા-પિતાની શોધખોળ શરૂ
મહેસાણા જિલ્લામાં નવજાત બાળક મળી આવવાની તાજેતરમાં 3 ઘટનાઓ સામે આવી છે, ત્યારે વધુ એક ઘટનમાં મહેસાણાના લાલજીપુપરા ગામેથી આવી છે. આ ગામમાં કંટાળી જાળી અને કચરાના ઢગમાં નવજાત બાળક મળતાં પોલીસે ઘટના અંગે તપાસ કરી બાળકને ત્યજનારા બેજવાબદાર માતા-પિતાની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ બેચરાજીમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું
રાજ્ય અને દેશમાં આગવી ઓળખ ધરાવતા મહેસાણા જિલ્લામાં તાજેતરમાં કડી મહેસાણા બાદ બેચરાજી ખાતે નવજાત શિશુને ત્યજીદેવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જાહેરમાં કોઈ એ નવજાત શિશુને ખાડામાં ફેંકી દીધું હતું, જેને લોકોએ જોતા તંત્રની મદદ લઇ તપાસ કરવામાં આવી હતી. ત્યારે મળી આવેલો બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું.