- વડનગરથી મહેસાણા જતા બે પોલીસ કર્મીઓને નડ્યો અકસ્માત
- બેકાબૂ બનેલી કાર ઝાડ સાથે ટકરાઈ
- એક મહિલા અને પુરૂષ પોલીસ કર્મી ઈજાગ્રસ્ત
મહેસાણાઃ જિલ્લાના વડનગર પોલીસ મથકના બે પોલીસ કર્મીઓને અકસ્માત નડ્યો હતો. પોલીસ કર્મીઓ હેસાણા પોલીસ હેડક્વાર્ટર્સ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક કાર બેકાબૂ બનતા ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં એક મહિલા અને એક પુરૂષ બન્ને પોલીસ કર્મીને ઈજાઓ પહોંચી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઈસ્કોન સર્કલ પાસે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં
વડનગર અને વિસનગર રોડ પર કોટન મિલ પાસે આ અકસ્માત થયો હતો. ત્યારે આસપાસના લોકો દોડી આવ્યાં હતા. લોકોએ બંને પોલીસ કર્મીઓને ગાડીમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનવાને પગલે વડનગર PSI એ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરી હતી, તેમજ ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડનગરના મહિલા અને પુરુષ પોલીસ કર્મી કાર લઈ પૂરઝડપે જઈ રહ્યા હતા. જેથી અકસ્માત થતા ચાલક પોલીસ કર્મીની બેદરકારી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે અકસ્માત પાછળનું સાચું કારણ પોલીસની તપાસ બાદ સામે આવશે.