મહેસાણા: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા સેવાલીયા ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થઈ સ્ટોર ચલાવતા દિલીપ ભાઈ પટેલની લૂંટના ઇરાદે અમેરિકામાં અસામાજિક તત્વોએ ફાયરિંગ કરી હત્યા કરી છે.
સમગ્ર માહિતી સામે આવતા મૃતકના વતનમાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. સામાન્ય રીતે ગુજરાતીઓ એક ટ્રેન્ડ અથવા તો પોતાની જરૂરિયાતથી વિદેશમાં જઈ ધંધા રોજગાર માટે વસતા થયા છે. જોકે વિદેશમાં મોટા ભાગે ગુજરાતીઓની હત્યા થતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યાં વધુ એક ગુજરાતી યુવકનું અમેરિકાના ફ્લોરિડામાં તેમના સ્ટોર પર યુવક હાજર હતો ત્યારે કેટલાક લૂંટારું તત્વોએ પિસ્તોલ જેવા જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હતા, સ્ટોરમાં ધસી આવી લૂંટ ચલાવતા ઘટનામાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં લૂંટારુઓ દ્વારા કરાયેલા ફાયરિંગમાં સ્ટોર સંચાલક એવા વિસનગર તાલુકાના સેવાલીયા ગામના વતની દિલીપ ભાઈ પટેલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
ઘટનાને પગલે વિદેશમાં સેવાલીયા ગામના યુવકની હત્યા થયાની હકીકત સામે આવતા મૃતકના સગા સબંધીઓ સહિત વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા મામલો જે માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે, તેમજ આ મુજબનો ઘટના ક્રમ દર્શાવાયો છે. પરંતુ હાલમાં વિદેશમાં રહેતા ગુજરાતી સુરક્ષિત કેમ નથી તેવા સવાલ સૌ કોઈ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.