મહેસાણા: શૈક્ષણિક નગરી વિસનગરમાં આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા કોરોના વાઈરસની મહામારી વચ્ચે સરકાર થકી લોકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહત ફંડ માટે 8 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ સંસ્થાની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં દર્દીઓ માટે ફ્રી ચેકઅપ અને સારવાર કરવામાં આવી રહી છે. કોરોના ચેપગ્રસ્ત જો કોઈ દર્દી આવે તો તેની સારવાર માટે ખાસ કિટો તૈયાર કરવામાં આવી છે. જેમાં તબીબો અને દર્દીઓના ખાસ એપ્રોન સાથે મેડિસિન અને ડોઝ સામેલ છે.
મહેસાણા કલેકટરના માર્ગદર્શન હેઠળ સંસ્થાની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ કે, ઇફેકટેડ કેશના દર્દીઓ માટે બે જુદા જુદા વોર્ડ સાથે સારવારની ખાસ કિટો તૈયાર રાખવામાં આવી છે. સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા વાઈરસની મહામારી વચ્ચે સરકારને આર્થિક અને નાગરિકોને આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડવામાં મહત્વનો સહયોગ આપવામાં આવ્યો છે. હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ માટે opdની નિઃશુલ્ક વ્યવસ્થા અને દર્દીઓ વચ્ચે અંતર રહે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.