મહેસાણા એક જ ચોકમાં સામૂહિક રીતે નાના ભૂલકાઓથી લઈ મોટા લોકો ગરબાની રમઝટ જમાવે છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા હસનપુર ગામે ( Hasanpur Village Visnagar of Mehsana District) જિલ્લા 50 વર્ષથી ઉજવાતી નવરાત્રી મહોત્સવને લઈ આજે સુવર્ણ શાંતિ મહોત્સવ (Celebrated as Suvarna Jayanti in Mehsana ) તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.
વર્ષોથી શેરી ગરબાનું આયોજન આ નવરાત્રી મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી શેરી ગરબાનું આયોજનથી (Organized of street Garba) ઉજવવામાં આવે છે. અહીં ગામના જ લોકો માતાજી પર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી નવ દિવસ નવલા નોરતાની ઉજવણી કરે છે. જેમાં ગામ લોકો જાતે જ સંગીતના વાજિંત્રોનું વાદન (Playing musical instruments) કરે છે. માતાજીના ગરબાના ગુણગાન ગાય છે. આજે આ નવરાત્રી મહોત્સવમાં પહેલાની (Street Garba Tradition Navratri Festival ) જેમ જ નાના ભૂલકાઓથી લઈ મોટા લોકો એક ચોકમાં સામૂહિક રીતે ગરબા ગાતા હોય છે.
પ્રાચીન શેરી ગરબાની પરંપરા ગામ લોકોને પ્રાચીન સમયમાં નવરાત્રી દરમિયાન માતાજીએ સાક્ષાત્કાર કરાવ્યાના પરચા હોવાની માન્યતા છે. તે મુજબ આજે પણ આ ગામમાં પૂર્ણ આસ્થાથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવમાં આઠમના અને દશેરાના દિવસે ગામના વતની કોઈપણ વ્યક્તિ દૂર દૂર વસતા હોવા છતાં પણ તે દિવસે ગામમાં આવી ખોડીયાર માતાજીના મંદિરે (Khodiyar Mataji Temple ) દર્શન કરે છે. નવરાત્રી મહોત્સવમાં જોડાયા છે. આમ પ્રાચીન સમયથી ચાલતા હસનપુર ગામના આ શેરી ગરબાની પરંપરા આજે પણ અકબંધ રહી છે.