- મહેસાણા જિલ્લામાં 210 શિક્ષક સહાયકોની ભરતી થશે
- વિજ્ઞાન પ્રવાહમાં 40 શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે
- આટલી ભરતી પછી પણ 96 શિક્ષકોની ઘટ વર્તાશે
- વર્ષ 2016માં 186 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી
- જિલ્લામાં 229 પૈકી 210 શિક્ષકોને નિમણૂક આપશે
મહેસાણાઃ જિલ્લામાં શિક્ષણ સહાયકોની વર્ષ 2016માં 186 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જોકે, ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં શિક્ષકોની વધુ ઘટ પૂરી કરવા વધુ એક વાર જિલ્લામાં 210 શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. તે વખતેની ભરતી મહેસાણા જિલ્લાના છેલ્લા 10 વર્ષમાં પહેલી વાર 200થી વધુ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો નિર્ણય: રાજ્યમાં 2,000 નર્સોની થશે સીધી ભરતી
સૌથી વધુ 40 શિક્ષકોની ભરતી વિજ્ઞાન પ્રવાહ માટે કરાશે
જોકે, આમાં 40 શિક્ષકો વિજ્ઞાન પ્રવાહ માટે ભરતી કરાશે, જેમાં રસાયણ વિજ્ઞાનમાં 13, જિવ વિજ્ઞાનમાં 11, ભૌતિક વિજ્ઞાનમાં 9 અને ગણિતમાં 7 મળી કુલ 40 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જ્યારે અંગ્રેજીમાં 39, એકાઉન્ટ અને કોમર્સમાં 35, સમજશાસ્ત્રમાં 25, અર્થશાસ્ત્રમાં 14, સંસ્કૃતમાં 14, ગુજરાતીમાં 4, હિન્દીમાં 3 અને કોમ્પ્યુટરમાં 2 શિક્ષકોની ભરતી થશે..
આ પણ વાંચોઃ રાજ્યની 16 સરકારી ઇજનેરી કોલેજમાં ખાલી પડેલી જગ્યા ભરાશે
મહેસાણામાં ધોરણ 11, 12 માટે 210 વિદ્યાસહાયકોની ભરતી થશે
જિલ્લામાં વર્ષ 2016માં 186 શિક્ષકોનો ભરતી બાદ વધુ એકવાર 2021માં ભરતી થઈ રહી છે, જેમાં વિસનગરમાં 38, મહેસાણામાં 37, કડીમાં 35, ખેરાલુમાં 23, વિજાપુરમાં 23, વડનગરમાં 21, ઉંઝામાં 13, બહુચરાજીમાં 7, જોટાણામાં 7, સતલાસણામાં 6 મળી કુલ 210 શિક્ષકો ભરતી થઈ રહી છે. આ સાથે જ ધોરણ 11-12 માટે 229 પૈકી 210 ઉમેદવારોની શાળા પસંદગી કરી છે. તેમ છતાં હજી પણ 96 શિક્ષકોની ઘટ વર્તાશે, જે માટે પણ આગામી સમયમાં ભરતી યોજાશે.