મહીસાગર: દિવસે ને દિવસે મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જાય છે. મંગળવારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 148 થઇ ગઇ છે. લુણાવાડાની એક મહિલા અને બાલાસિનોરમાં એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી બાજુ 130 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધી જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
જિલ્લાના 2 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યાં હોવાનું મુખ્ય જીલ્લા અધિકારીએ જણાવ્યું છે તેમજ કુલ 4299 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ 3 દર્દીઓ કરમસદ મેડીકલ કોલેજ આણંદ ખાતે, 1 દર્દી આમેના ખાતુન હોસ્પિટલ અમદાવાદ 1 દર્દી સીવીલ હોસ્પિટલ અમદાવાદ, 1 દર્દી યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ, 1 દર્દી ટ્રી કલર હોસ્પિટલ વડોદરા ખાતે અને 5 દર્દીઓ કે.એસ.પી.હોસ્પિટલ, બાલાસિનોર ખાતે સારવાર હેઠળ છે.