- જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં 381 કેસ નોંધાયા
- લુણાવાડામાં કોરાના સંક્રમણ ઘટાડવા વેપારીઓ દ્વારા નિર્ણય
- રવિવારે બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો
મહીસાગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 381 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં કોરાના કેસ સામે આવ્યાં છે. લુણાવાડામાં કોરાના સંક્રમણ ઘટાડવા આજે રવિવારે લુણાવાડા શહેરના બજાર સ્વૈચ્છિક બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કોરોના સામે સાવધાની રાખવા મહેસાણામાં શનિવાર- રવિવાર બજારો બંધ રહેશે
વેપારીઓ અને ફેરિયાઓએ આપ્યું સમર્થન
આ નિર્ણયને લુણાવાડાના તમામ નાના-મોટા વેપારીઓ તેમજ ફેરિયાઓએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું, જેથી લુણાવાડાની બજારો સંપૂર્ણ બંધ રહી હતી.
આ પણ વાંચોઃ અરવલ્લીના સરડોઇમાં કોરોનાનો ફેલાવો અટકાવવા બે દિવસ સ્વયંભૂ બજારો રાખ્યા બંધ