લુણાવાડા: આરોગ્ય વિભાગ દ્વારા જે 200 પ્રવાસીઓની તપાસ કરવામાં આવી છે તે પૈકી 95 પ્રવાસીઓનું ઓર્બ્ઝવેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જયારે 82 પ્રવાસીઓ ઓર્બ્ઝવેશન હેઠળ છે. કોરોના (COVID 19) અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવ્યો નથી. જ્યારે 3 સેમ્પલ સીઝનલ ફલુ/કોરોનાના રિપોર્ટ ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા જેમાંથી 2 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. એક રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી એસ.બી.શાહે જણાવ્યું છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કવોરેન્ટાઇન સુવિધા માટે 3.20 લાખ પેમ્પલેટ લગાડવામાં આવ્યા હતા. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જાહેરમાં થૂંકવા બદલ 1265નો દંડ વસુલવામાં આવ્યો હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.