ETV Bharat / state

મહીસાગરમાં મનરેગા યોજનાથી જળસંચયના કામ ગ્રામ્યસ્તરે રોજગારીની તકો પૂરી પાડશે - મનરેગા યોજના

મનરેગા યોજના દ્વારા જળસંચયના કામોથી કોરોના મહામારીમાં પણ ઘર આંગણે મળતી રોજગારી શ્રમિક પરિવારો માટે આશીર્વાદ સમાન છે. મનરેગા યોજના હેઠળના જુદા-જુદા કામોથી સાત લાખ માનવ દિનની રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક છે.

મનરેગા યોજનાથી જળસંચયના કામ શરૂ
મનરેગા યોજનાથી જળસંચયના કામ શરૂ
author img

By

Published : Apr 14, 2021, 7:24 PM IST

  • મનરેગા યોજનાથી જળસંચયના કામ શરૂ
  • ઘર આંગણે મળતી રોજગારી શ્રમિક પરિવારો માટે આશીર્વાદ સમાન
  • સાત લાખ માનવ દિનની રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક

મહીસાગર: રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારો માટે સંવેદનશીલતા સાથે ઘર આંગણે રોજગારી પૂરી પાડવાનો સંવેદનાસભર નિર્ણય કર્યો છે. જેનાથી સુજલામ્ સુફલામ્ યોજના 2021માં જળસંચયના, જળ સંગ્રહના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનરેગા યોજનાથી મહેનત કશ લોકોને કોરોનાની કપરી પરિસ્થિતિમાં આર્થિક સક્ષમ બનાવી રાખવા માટે જળસંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેના દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રોજેરોજનું કમાઇ જીવન નિર્વાહ ચલાવતા શ્રમિક પરિવારને ઘર આંગણે મળતી રોજગારી શ્રમિક પરિવારો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે.

તળાવ ઉંડુ થતા 1,225 ઘન મીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં થશે વધારો

સુજલામ્ સુફલામ્ જળસંચય યોજનાથી કડાણા તાલુકાના નાની ખરસોલી ગામનું તળાવ ઉંડુ કરવાની કામગીરી કાર્યરત છે. આ તળાવમાંથી 1,225 ઘન મીટર માટી ખોદીને કાઢવામાં આવશે. જેનાથી આ તળાવમાં 1,225 ઘન મીટરથી વધુ પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. આ કામગીરીમાં અંદાજીત ખર્ચ રૂપિયા 3 લાખ થશે. જેનાથી જોબ કાર્ડ ધરાવતા 90 શ્રમિકોને 1,500 જેટલા માનવ દિનની રોજગારી ઘરે બેઠા પૂરી પાડી જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને જીવન ગુજરાન ચલાવવા માટે રાહત સમાન પુરવાર થશે.

આ પણ વાંચો: હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ મનરેગા યોજના કૌભાંડ બાબતે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપો

ગામનું તળાવ ઉંડુ થતાં ગામમાં આવેલા કૂવાઓમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે

આમ, મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડુ કરવાની કામગીરી દરમિયાન covid 19ની ગાઈડ લાઈનને અનુસરી શ્રમિકોને સામાજિક અંતર જાળવવા, ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરી શ્રમિકોને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મનરેગાના જળસંચયના કામોથી શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળી રહે છે તેમજ તેમને કામ પ્રમાણેનું વેતન તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. ગામનું તળાવ ઉંડુ થતાં પહેલાં કરતાં તળાવમાં જળસંગ્રહ શક્તિમાં વધારો થશે. જેથી ગામમાં આવેલા કુવાઓમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. ખેતી તેમજ પશુઓ માટે પૂરતું પાણી મળી રહેશે. જેનાથી ખેતી વિકાસ સારો થતાં ગ્રામ્ય જીવન અને મજબૂત કરવામાં મનરેગા યોજના મહત્વનો ભાગ ભજવશે.

ઘર આંગણે મળતી રોજગારી શ્રમિક પરિવારો માટે આશીર્વાદ સમાન

આ પણ વાંચો: મનરેગા કૌભાંડના આક્ષેપ અંગે બનાસકાંઠાના સાંસદ અને જિલ્લા વિકાસ અધિકારીનો ખુલાસો

કોરોનાના સંકટ સમયમાં મનરેગા યોજનાની મહત્વની ભૂમિકા

મનરેગા યોજના હેઠળના જુદા-જુદા કામોથી સાત લાખ માનવ દિનની રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક છે. કડાણા તાલુકામાં હાલ મનરેગા યોજના હેઠળ કુલ 4,500 જેટલા શ્રમિકોને જુદા-જુદા કામોમાં રોજગારી મેળવી રહ્યા છે. મનરેગા યોજનાથી ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તળાવ ઉંડુ કરવાની કામગીરી, જુના ચેકડેમ ઉંડા કરવા, નવીન ચેકડેમ, કેટલ શેડ, વનીકરણનું કામ, માટીના પાળા, પથ્થરના પાળા અને જમીન સમતળની કામગીરીથી તાલુકામાં સાત લાખ માનવ દિન રોજગારી ઉપલબ્ધ કરવાનો લક્ષ્યાંક છે. આમ, ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા શ્રમિક પરિવારને ગામમાં જ ઘર આંગણે રોજગારી મળતા જીવન નિર્વાહ કરવામાં કોરોનાના સંકટ સમયમાં પણ મનરેગા યોજના મહત્વની ભૂમિકા અદા કરશે.

શું છે મનરેગા યોજના? (મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી)

કેન્‍દ્વ સરકારે તારીખ 7 સપ્‍ટેમ્‍બર, 2005થી મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ પસાર કર્યો હતો અને ફેબ્રુઆરી 2006થી આ કાયદો અમલમાં આવ્યો છે. મનરેગા યોજના ફકત વિકાસના કાર્યક્રમ નથી. સૌપ્રથમ ગ્રામીણ કુટુંબોને રોજગારી તેમના અધિકાર સ્‍વરૂપે પુરુ પાડી શકે તેવો કાયદો છે.

ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતાં કોઈ પણ કુટુંબ કે જેનાં પુખ્‍તવયનાં સભ્‍યો બિનકુશળ શ્રમ કરવા ઈચ્‍છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો હેતુ છે. આ યોજનાનો હેતુ ગ્રામિણ કુટુંબનાં પુખ્‍ત વયનાં સદસ્‍યો કે જેઓ બિનકુશળ કામ કરવા ઈચ્‍છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાનો છે.

યોજનાનો લાભ કોણ લઈ શકે?

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કુટુંબો કે જેના પુખ્તવયના સભ્યો શારીરિક શ્રમ થઇ શકે તેવું બિનકુશળ કામ કરવા ઇચ્છુક હોય તેવા દરેક કુટુંબના જીવનનિર્વાહની તકો વધારવા માટે કુટુંબદીઠ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો ઉદેશ્ય છે. ગ્રામ્ય ગરીબોને લઘુતમ રોજગારી મળી રહે.

દુષ્કાળ અને રોજગારીના દિવસોમાં ગ્રામ્ય લોકોને કામ મળી રહે

ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવા

ગ્રામ્ય વિકાસમાં ઉપયોગી થઇ શકે તેવી ટકાઉ સંપત્તિ ઉભી કરાવી અને સર્વાંગી લાગતા કર્યો કરવા

યોજનાના લાભ

સામાજિક સુરક્ષા : મનરેગા યોજના થકી રોજગારી પુરી પાડી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નિવાસ કરતાં જરૂરિયાત મંદ કુટુંબોને આજીવિકાના અવસરો આપવામાં મદદરૂપ બને છે

આજીવિકા સુરક્ષા સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ટકાઉ અસ્‍કયામતોનું નિર્માણ

જળસુરક્ષાની સ્‍થિતિમાં સુધાર અને જમીનની ઉત્‍પાદકતામાં વધારો

ગ્રામ્‍ય વિસ્‍તારમાં દુષ્‍કાળ નિવારણ અને પુર નિયંત્રણ

કામના પ્રમાણમાં વેતન ચુકવામાં આવે છે. આ અંગે ખાસ મનરેગાના શ્રમિકો માટે શ્રમિકોને વ્યાજબી વેતન મળી રહે, તે માટે તારિખ 1/4/2018થી રૂપિયા 194/ - દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.