જિલ્લાના તમામ અનાથ બાળકોને રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓનો નિઃશુલ્ક લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી માં-અમૃતમ કાર્ડ આપવા માટે આ ત્રીજા તબક્કાના માં-અમૃતમ કાર્ડ વિતરણ કેમ્પ તથા જન જાગૃતિ માટે રેલીનું આયોજન કરાયું હતું.
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ મહિસાગર દ્વારા આંતરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી જિલ્લાના વિરપુર ખાતે કરવામાં આવી હતી. મહિસાગર જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મહિસાગર જિલ્લા સમાજ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે પાલક માતાપિતા યોજના અંતર્ગત 6 તાલુકાઓના અનાથ બાળકો લાભ મેળવી રહ્યાં છે.
બુધવારે આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી નિમિતે 0 થી 18 ઉંમર ધરાવતા પાલક માતાપિતા યોજનાનો લાભ મેળવતા બાળકોને માં અમૃત્તમ કાર્ડનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવો અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. તેમજ કાર્ડની નોંધણી અને બાળકોને પીડિયાટ્રીશિયન ડોકટર દ્વારા નિઃશુલ્ક તપાસ કરવામાં આવી. કાર્યક્રમ બાદ શાળાના બાળકોએ જાગૃતિ રેલી પણ યોજી હતી.
કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેકટર આર. બી. બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, તેમજ જિલ્લામાંથી અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.