લુણાવાડા: કોરોના વાઇરસના શનિવારના રોજના કેસોની વાત કરવામાં આવે તો જિલ્લાના વડા મથક લુણાવાડામાં-3, ખાનપુરમાં-1, અને બાલાસિનોરમાં-6 મળીને શનિવારે કુલ 10 કેસ નોંધાયા છે. કેસની સંખ્યા વધતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
જોકે અત્યાર સુધીમાં 319 કેસમાંથી 197 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલમાં કોરોનાના 102 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જિલ્લામાં 7,656 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમજ 406 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાને કારણે કુલ 20 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 48 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર તેમજ 54 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 92 દર્દીઓ સ્ટેબલ અને 9 દર્દીઓ ઓક્સિજન પર તેમજ 1 દર્દી વેન્ટિલેટર પર છે.