મહીસાગરઃ રાજ્યમાં અનેક એવી સરકારી ઑફિસ છે, જ્યાં આજે પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલે છે. જોકે, આમાંથી અનેક એવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, જેમનું શોષણ થઈ રહ્યું છે. આવી જ રીતે શોષણનો ભોગ બની રહ્યા છે મહીસાગર જિલ્લાની 6 સબ રજિસ્ટ્રાર ઑફિસના કમ્પ્યુટર ઑપરેટર્સ. તેમણે પગારની સમસ્યાને લઈને આજે હડતાળની પણ જાહેરાત કરી છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતંુ કે, અમદાવાદની આર્ક ઈન્ફોસોફેટ નામની કંપનીએ અમને 18 મહિનાથી પગાર નથી ચૂકવ્યો. તેના કારણે જીવનનિર્વાહમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે.
કચેરીની કામગીરી પર પડશે અસરઃ કમ્પ્યુટર ઑપરેટર્સે જણાવ્યું હતું કે, પગાર ચૂકવવામાં ન આવતા અમે આંદોલનનો રસ્તો પકડ્યો છે. તેમની આ હડતાળના કારણે કચેરીની ઘણી સેવાઓ ખોરવાઈ જશે. જ્યારે દસ્તાવેજી પ્રક્રિયા માટે આવતા લોકો માટે પણ આ કારણે મુશ્કેલીઓ ઊભી થશે. ઉલ્લેખનીય છે કે, ઑપરેટર્સના પગાર મુદ્દે જલ્દીથી નિરાકરણ આવે તો કચેરીની કામગીરીઓને યોગ્ય રીતે પાર પાડી શકાશે.
ઑપરેટર્સને પગાર ન મળે ત્યાં સુધી હડતાળઃ જિલ્લાની 6 તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ઑપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને અમદાવાદ આર્ક ઇન્ફોસોફ્ટ કંપનીએ 18 મહિનાથી પગાર નથી ચૂકવ્યો. આ અંગે ઑપરેટર્સે અનેક વખત રજૂઆત કરી છે. તેમ છતાં પણ પગાર નથી ચૂકવાયો. એટલે તેમણે નાછૂટકે હડલાળનો સહારો લેવો પડ્યો હતો. એટલે હવે 9 ફેબ્રુઆરીથી જ્યાં સુધી પગાર ન મળે ત્યાં સુધી હડતાળ પર જશે. સાથે જ એજન્સી આર્ક ઈન્ફોસોફ્ટની આ બેદરકારીભરી અનિયમિતાને કારણે ઑપરેટર્સને પોતાનો જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે.
આ પણ વાંચો CNG Pump Owner on Strike in Navsari : સીએનજી પમ્પ સંચાલકોની હડતાળ, કમિશનમાં વધારો કરવાની માંગ
દસ્તાવેજી પ્રક્રિયા માટે લોકોને મુશ્કેલીઃ સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીએ પણ પગારના કારણે ઑપરેટર હડતાળ પર જશે તો કચેરીની સેવાઓ પર અસર પડશે તેવું એજન્સીના સુપરવાઇઝરને લેખિતમાં જણાવ્યું છે. તેમ છતાં એજન્સીએ પગાર ન આપતા આજથી ઓપરેટર્સે હડતાળના માર્ગે છે. ત્યારે કચેરીની સેવાઓ ખોરવાશે અને દસ્તાવેજી પ્રક્રિયા માટે આવતા લોકોને મૂશ્કેલી વેઠવાનો વારો આવશે. મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, કડાણા, વીરપુર, ખાનપુરના ઓપરેટર આજથી હડતાળ પર ઉતર્યા છે.