ETV Bharat / state

Mahisagar Crime : પ્રેમીની હત્યા કરીને મૃતદેહ તળાવમાં ફેંકી દીધો, પ્રેમીકાએ છલાગ લગાવી જીવન ટુકાવ્યું - Lover killed in Sunderpura village

મહિસાગરના બાલાસિનોરમાં પ્રેમિકાના બે ભાઈ અને કાકા દ્વારા પ્રેમીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. ખેતરમાં મુલાકાત સમયે પ્રેમીકાએ પોતાના બે ભાઈઓને જોઈ લેતા પ્રેમીકાએ તળાવમાં છલાંગ લગાવી દીધી હતી. તો બીજી તરફ ભાઈઓએ પ્રેમીની હત્યા કરી મૃતદેહ તળાવમાં ફેંકી દીધો હતો.

Mahisagar Crime : પ્રેમીની હત્યા કરીને મૃતદેહ તળાવમાં ફેંકી દીધો, પ્રેમીકાએ છલાગ લગાવી જીવન ટુકાવ્યું

author img

By

Published : Mar 15, 2023, 9:47 AM IST

બાલાસિનોર તાલુકાના સુંદરપુરા ગામે પ્રેમસંબંધમાં યુવકની હત્યા

મહિસાગર : બાલાસિનોર વિસ્તારમાં ઓનર કીલિંગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઠાસરા તાલુકાના નનાદરા ગામનો પ્રેમી તેની પ્રેમિકાને મળવા બાલાસિનોર સુંદરપુરા તળાવ પર ગયો હતો. જ્યાં તારીખ 10 માર્ચના રોજ બપોરે 1 વાગે તળાવની પર તેની પ્રેમીકાને મળ્યો હતો. જેની જાણ પ્રેમિકાના ભાઈ નિખિલ અને પ્રતાપને થઈ જતા બંને ભાઈ તળાવ પર પહોંચી ગયા હતા. જ્યાં પ્રેમિકાએ પોતાના ભાઈને જોઈ લેતા પ્રેમિકાએ તળાવમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. જોકે, પ્રેમિકાના બે ભાઈઓ દ્વારા પ્રેમીને માથાના ભાગમાં બોથડ હથિયાર વડે હુમલો કરી પ્રેમીની હત્યા કરીને મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Surat Crime News : દમણમાં થયેલ ઝગડાના સમાધાન માટે ઘરે બોલાવી મિત્રએ મિત્રની હત્યા કરી નાખી

તળાવમાં મળ્યા બે મૃતદેહ : બાલાસિનોર તળાવમાં યુવતી મૃતદેહ મળતા બાલાસિનોર પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા ખબર પડી કે તળાવમાં હજુ પણ એક બીજી મૃતદેહ છે. જે માટે NDRFની ટીમ દ્વારા શોધખોળ કરતા યુવકો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ કરાવતા ખબર પડી કે યુવકની હત્યા કરવામાં આવી છે. ત્યારે બાદ મહીસાગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ આગળ ધરતા યુવકની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે બાલાસિનોર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી નિખિલ, પ્રતાપ અને કાકા આતમભાઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkot Crime: એકતરફી પ્રેમમાં સગીરાની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા, ઐતિહાસિક ચૂકાદો

ખેતરમાં યુવક યુવતી મળ્યા હતા : આ અંગે મહીસાગર જિલ્લાના DYSP પી.એસ.વળવી એ જણાવ્યું કે, હિતેશ, રાજેશ જે નનાદરા ઠાસરા તાલુકાનો છે. તેમના સુંદર પૂરા ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. ગઈ તારીખ 10મી માર્ચ 2023ના રોજ પ્રેમી છોકરીને મળવા માટે આવેલો હતો. છોકરી અને યુવક બંને ખેતરમાં હતા. તે વખતે છોકરીના ભાઈ નિખિલ અને પ્રતાપ બંને જોઈ ગયેલા હતા. તેથી હિતેશને તેઓએ પકડી લીધેલો તે વખતે છોકરીને પોતાને મારશે એમ કરીએ ભાગી તળાવમાં કૂદકો મારી દીધો હતો. હિતેશને આ બંને આરોપીએ માર મારીને તેને તળાવમાં ફેંકી દીધો હતો. તેનો મૃતદેહ ત્રણ દિવસ પછી કાઢવામાં આવ્યો હતો. આ અંગે બાલાસિનોર પોલીસમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેની તપાસ પી.આઈ.નિનામા કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.